July 14, 2026
ગુજરાત

૩૪ વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં

અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી શહેર રાખવાની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. તાજેતરમાં શહેરમાં આવેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં જ્યારે-જ્યારે પણ ચૂંટણી આવવાની હોય, ત્યારે અવાર નવાર અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ સતત ઉઠતી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અગાઉ અનેક વખત અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની પેરવી કરી ચૂક્યા છે.

વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે સવાલ પૂછ્યો હતો તેેેનો વિધાનસભા ગૃહમાં સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે લેખિત જવાબ આપ્યો છે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે સરકારે કોઇ માંગણી કે દરખાસ્ત મોકલી નથી.

1987માં ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તા સંભાળી હતી. તે સમયે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો મુદ્દો ચગ્યો હતો, તે પછી ભાજપના સત્તાધીશોએ વર્ષ 1990ના મે મહિનામાં અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાનો ઠરાવ મંજૂર કરી રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો. AMCના ઠરાવને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી અને તેના સમર્થનમાં 1995માં ઠરાવ કરાયો હતો જેમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વર્ષ 2004માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર હતી, જેને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના ઠરાવને પરત મોકલ્યો હતો.

Related posts

સાંસદ નરહરિ અમીનને તેમની શ્રેષ્ઠ સંસદીય કામગીરી બદલ ‘સંસદ રત્ન પુરસ્કાર’ એવોર્ડથી નવાજવામાં આવશે

Ahmedabad Samay

NIRFમાં ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ ઘટ્યું, ટોપ 10માં કોઈ યુનિવર્સિટી નહીં, જાણો રાજ્યની યુનિવર્સિટીઓના રેન્ક

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર ફટકારવામાં આવતા ૫૦૦રૂ. દંડ સામે વિરોધ પ્રદર્શન કરતા એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ની અટકાયત

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો