અમદાવાદમાં રથાત્રાની પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે ત્યારે ભગવાનનો વિશેષ પ્રસાદ નિજ મંદિર ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. માલપુઆ અને દૂધપાકના પ્રસાદનું વિશેષ મહત્વ છે. દરરોજ 8થી 10 મણ જેટલો પ્રસાદ રથયાત્રા દરમિયાન બનતો હોય છે. ભગવાન જગન્નાથ મંદિરમાં નાના મોટા એમ બે પ્રકારના માલપુઆ બને છે.
- 146મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં
- માલપુઆનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે
- વર્ષોથી માલપુઆ, દૂઘપાકના પ્રસાદનું વિશેષ મહત્વ
- આગામી 20 જૂને યોજાશે રથયાત્રા
146મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે જેની તૈયારીઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે. માલપુઆ, દૂધપાકની સાથે સાથે ગાંઠીયા, બુંદીના પ્રસાનું વિશેષ મહત્વ છે. માલપુઆ અને દૂધપાકના પ્રસાદનો જમાલપુરના મંદિરમાં ભંડારો યોજાય છે. 20 જૂને રથયાત્રા યોજાવાની છે ત્યારે માલપુઆના પ્રસાદનં વિશેષ મહત્વ છે. મંદિરમાં અત્યારે આ પ્રસાદ બનાવવામાં આવે છે.
માલપુઆને કાળી રોટી તરીકે ઓળખાય છે સફેદ દાળને દૂધપાક કહેવાય છે. દરરોજ 8થી 10 મણ પ્રસાદ મળે છે. માલપુઆનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે ત્યાર બાદ દર્શન માટે આવતા ભાવી ભક્તો માલપુઆનો પ્રસાદ આપવામાં આવે છે. સવારે માલપુઆનો પ્રસાદ અન્નકૂટીરમાં તૈયાર થાય છે. મંદિરની પ્રસાદીની આ પરંપરા વર્ષો પહેલાથી શરુ છે. કોઈ ભૂખ્યા ન જાય અને ભગવાનનો પ્રસાદ વધુ ભક્તો સુધી પહોંચે ત્યારથી આ પરંપરા શરુ કરવામાં આવી હતી.