August 9, 2026
ગુજરાતઅપરાધ

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

પતિ પત્ની વચ્ચેના અણબનાવ સુધારવા માટે મહિલાને  ભુવાનો સહારો લેવો ભારે પડ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં વિધિ કરવાના બહાને યુવતી પર  ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો.

જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે. અંધશ્રધા ભારે પડી શકે તેનો અનુભવ વાડજની એક મહિલાને થયો. પતિ સાથે પિયરમા જવા બાબતે કેટલાય સમયથી પત્નીને ઝગડો ચાલતો હતો. પતિ સાથે પિયરમાં જવા બાબતે ઝગડાથી કંટાળીને ફરી પારિવારિક જીવન સુમેળ ભર્યું બને તે માટે મહિલાએ કૌટુંબિક બહેનનો સહારો લીધો. આ બહેનએ ધાર્મિક વિધી માટે આનંદમાં વાઘેલા નામના ભુવા પાસે જવાની સલાહ આપી હતી. બહેનની સલાહ માનીને મહિલાએ ભુંવા પાસે ગઇ હતી.

મહિલાની એકલતાનો લાભ લેવા ભુવાએ વિધી કરવાનું કહી અનેકવાર મહિલા સાથે દુષ્કર્મ આચરતો. ભુવાના નામે ધતીંગ કરતા આનંદ વાઘેલા અવાર નવાર મહિલાને વિધિના નામે પીછો કરીને તો ક્યારેક ફોન પર મેસેજ કરીને પરેશાન કરતો. વાત નહીં કરે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે સબંધ બાંધ્યા હતા. અંગત પળોના ફોટો પાડીને વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર સબંધ બાંધતો હતો.

વારંવારના માનસિક ત્રાસથી કંટાળી ને મહિલાએ દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો, ભુવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વાડજ પોલીસ દ્વારા ભુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

કમોસમી વરસાદથી ખેડૂતો સાથે ઇંટના ભઠ્ઠાનો વેપાર કરતાં લોકો પણ પરેશાન: જસદણ નજીક ૩૫થી વધુ ભઠ્ઠામાં પાણી ભરાયુ

Ahmedabad Samay

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

અરવલ્લલી પર્વતમાળાની ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા તૂેટેલા રોડ નવા બનશે, અગાઉ હાઈકોર્ટે બિસ્માર રોડ મામલે લગાવી હતી ફટકાર

Ahmedabad Samay

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલ બાદ હવે તેલ થયું સસ્તું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો