અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવામાં આવશે. અગાઉ બિસ્માર રોડ રસ્તા મામલે હાઈકોર્ટે પણ થયેલી અરજી મામલે ફટકાર લગાવી હતી ત્યારે ચોમાસા પહેલા નવા રોડ બનાવવા તેમજ રીપેર કરવામાં આવશે.
પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા વરસાદના આધારે ખાતાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે રોડ રસ્તાના કામો પણ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
ચોમાસામાં હાલાકી ના વેઠવી પડે તે હેતુથી 94 જેટલા નવા રોડ બનાવવામાં તેમજ રીપેર કરવામાં આવશે.
142 નવા રોડ બનાવવામાં આવશે. ચોમાસામાં હાલાકી પડતા લોકોની મુશ્કેલીઓ વધુ પડે છે ત્યારે આગામી સમયને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આ કામગિરી તરફ એએમસી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ રસ્તાઓના થશે કામો
આ કામો ઝડપથી પૂર્ણ કરવા આદેશો આપવામાં આવ્યા છે. તેમાં પણ આ રસ્તાઓમાં ખાસ કરીને બોપલ, ઘુમા, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિત ઉત્તર પશ્ચિમ ઝોનમાં મહત્તમ 27 રસ્તાઓ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે જ્યારે પશ્ચિમ ઝોનમાં પણ સાબરમતી, ચાંદખેડા, વાસણા, પાલડી, વાડજ, નારણપુરા ઘાટલોડિયા વિસ્તારમાં બાકી રહેલા કામો રોડના પૂર્ણ કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ રસ્તાઓના કામો થશે.