માવઠુ કમોસમી વરસાદમાં કયારેય ફાયદો થાય જ નહી તાજેતરમાં સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા માવઠાથી ખેડુતોની તેમજ જસદણના આટકોટ આસપાસ ઇંટોના ભઠ્ઠાથી રોજગાર ચલાવતા પ્રજાપતિ સમાજના ઇંટ ઉત્પાદકોને મોટુ નુકશાન થયું છે તાત્કાલીક સર્વ કરાવી વળતરની માંગ કરવામાં આવી છે. ઓચિંતાના આવેલા કમોસમી વરસાદના કારણે અનેક ધંધાર્થીઓના મોઢામાં આવેલો કોળિયો સીનવાઈ ગયો ચાર જિલ્લામાં વરસાદ પડતા માર્કેટિંગ યાર્ડ માં સતાધિસો ની બેદરકારી ના હિસાબે લાખો રૂપિયાની જણસી પાણીમાં પલળી ગઈ હતી તેમજ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ખેડૂતની વાડીમાં તેમજ ખેતરમાં વાઢેલા ઘઉં ઉપાડેલા ચણા તેમજ તુવેર રાયડો અને જીરાના પાકને બહુ જ મોટું નુકસાન થયું હતું ગારામાંથી ઈંટો બનાવનારા પ્રજાપતિ ભાઈઓને પણ કમોસમી વરસાદના કારણે રાતા પાણીએ રો વાનો વારો આવ્યો છે માટીમાંથી કાચી ઇંટો બનાવનારા પ્રજાપતિ ભાઈઓ તેમજ બહેનોની એક જ માંગ છે કે જગતના તાત ને સહાય મળતી હોય તો અમને કેમ નહીં જસદણના આટકોટ રોડ પર એક વાડીમાં 30 થી 35 જેટલા ઈટોના ભઠ્ઠા આવેલા છે કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરેલી કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે તેને લઈને પ્રજાપતિ ભાઈઓએ પોતાની બનાવેલી માટીની ઇટો તેમજ કાચા મટીરીયલ ને મોટા કપડા વડે ઢાંકી દીધા હતા તેમ છતાં નીચે જમીનમાં પાણી ભરાતા કાચી માટીની કાચી ઇંટો માટી ભેળી માટી થઈ ગઈ જેના હિસાબે ઇટોના ભઠ્ઠા વાળાને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું. પડ્યું છે એક ભઠ્ઠામાં 30 થી 35,000 જેટલી ઇટો હોય છે તો અનુમાન કરો કે 30 થી 35 ભઠ્ઠા ની ઈંટો કેટલી થાય ભઠ્ઠા વાળા ના કહેવા મુજબ લાખો રૂપિયાનો માલ બગડીને ધૂળ થઈ ગયો છે.