September 22, 2026
દેશ

સતારાના રામભાઉ બોડક દરોજજ ખાય છે ૨૫૦ ગ્રામ પથ્થર, લોકો તેમને પથ્થરવાળા બાબા બોલાવે છે.

એક વૃદ્ઘને પેટમાં દુૅંખાવો થવાથી હોસ્પિટલમાં એડમિટ કરાવવા પડ્યાં. સીટી સ્કેનથી ખ્યાલ આવ્યો કે તેમના પેટમાં ખૂબ જ પથ્થર છે. દરરોજ ૨૫૦ ગ્રામ પથ્થર ખાવાથી લોકોની સાથે-સાથે ડોકટરો પણ દંગ રહી ગયા છે

મહારાષ્ટ્રના સતારાના એક ૮૦ વર્ષીય વૃદ્ઘ દરરોજ ૨૫૦ ગ્રામ પથ્થર ખાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લાં ૩૧ વર્ષોથી પથ્થર ખાઈ રહ્યાં છે. આ વ્યકિતનું નામ રામભાઉ બોડકે છે. ગામના ઘણાં લોકો રામભાઉ બોડકેને પથ્થરવાળા બાબા પણ બોલાવે છે.

તેમણે જણાવ્યું કે તેઓ ૧૯૮૯માં મુંબઈમાં કામ કરવા ગયા હતા ત્યાં તેમને અચાનક પેટમાં દુઃખાવો થવા લાગ્યો. ત્રણ વર્ષ સુધી સારવાર કરી. તેમ છતાં પેટનું દર્દ દુર થયું નહી. તે બાદ તેઓ સતારા આવી ગયા અને અહીં ખેતી કામ કરવા લાગ્યા. પરંતુ તેમને પેટમાં દુઃખાવાની તકલીફ શરૂ જ રહી.

ગામમાં રહેતા એક વૃદ્ઘ મહિલાએ તેમને પથ્થર ખાવા જણાવ્યું. તેમણે તે વૃદ્ઘ મહિલાની વાત માની રામભાઉ બોડકેએ પથ્થર ખાવાના શરૂ કરી દીધાં તો તેમને દર્દમાં થોડો આરામ મળ્યો. તે બાદ તેઓ દરરોજ પથ્થર ખાવા લાગ્યા. રામભાઉ ૩૧ વર્ષથી દરરોજ પથ્થર ખાઈ રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેને પથ્થર ખાવામાં મજા આવતી હતી. હવે તેમના ખીસ્સામાં હંમ્મેશા નાના-નાના પથ્થરના ટુકડાઓ હોય છે અને મન થાય ત્યારે ખાઈ લે છે. તેમની આ ટેવના કારણે તેમની આસપાસના ઘણાં લોકો પથ્થરવાળા બાબા તરીકે ઓળખે છે.

Related posts

બજેટ ની ખાસ વાતો

Ahmedabad Samay

વોટ્સએપના નવા અપડેટ થી લોકોના ખુશ, એપ રિમુવ કરી સ્ક્રીનસૉર્ટ ટ્વિટર કર્યા

Ahmedabad Samay

ઝુબીન નટિયાલનો ‘બેવફા તેરા માસૂમ ચેહરા ‘ નામનો રોમેન્ટિક ગીત રિલીઝ

Ahmedabad Samay

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

NCP સાંસદ સુપ્રિયા સુલેએ કર્મચારીઓના હિતમાં એક બિલ રજૂ કર્યું,દરેક કર્મચારીને કામના કલાકો પછી અને રજાના દિવસે કામ સંબંધિત ટેલિફોન કોલ અને ઇમેઇલથી જવાબ આપવું જરૂરી નહિ

Ahmedabad Samay

મોદી સરકારનો નિર્ણય ONGC ની ૧.૫ ટકા ભાગીદારી વેચી દેવાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો