September 21, 2026
ગુજરાત

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં 37,507 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ બજારમાં મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો માટે વધુ 35,000 જેટલા રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો  પુરવઠો મળી ગયો છે. એટલે  હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર  ઇન્જેક્શન્સની  તંગી ન પડે એવું આયોજન કરાયું છે.
ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. હેમંત કોશિયાએ  જણાવ્યું હતું કે, રેમડેસિવિર  ઇન્જેક્શનની  જરૂરિયાત મુજબનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા, જેના પરિણામ સ્વરૂપે  સમગ્ર ગુજરાત માટે  રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો સપ્લાય મળી રહ્યો છે.

અમદાવાદમાં  એક જ દિવસમાં 18,000  થી વધારે રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706,  વડોદરામાં 4,151 અને રાજકોટના બજારોમાં 3,878 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ  પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો જથ્થો  પહોંચતો કરવામાં આવ્યો છે.

રેમડેસિવિર ઇન્જેક્શન્સની ક્યાંય અછત ન વર્તાય તે માટે રાજ્ય સરકાર પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહી છે. આરોગ્ય વિભાગને  વધુ 35,000 ઇન્જેક્શન્સનો જથ્થો મળ્યો છે, જે જરૂરિયાત મુજબ જે તે જિલ્લાઓમાં પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની કોઈ તંગી ન વર્તાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે એમ શ્રી ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું હતું

Related posts

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Ahmedabad Samay

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

Ahmedabad Samay

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ… – હાર્દિક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો