March 25, 2025
ગુજરાત

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

એકવાર ફરી મહાનાયક અમિતાભ બચ્ચન ખુશ્બૂ ગુજરાત કી કહેતા જોવા મળશે.  ખુશ્બુ ગુજરાત કી બીજી આવૃત્તિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવનાર છે. આ સિવાય પીએમ મોદીના જન્મસ્થળ વડનગરનો પણ સમાવેશ થાય છે.

એક દાયકા પહેલા, ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો. હવે ફરી લગભગ 12 વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારી કરી રહી છે.

બોલિવૂડના સુપરસ્ટાર્સે ગુજરાતના પ્રવાસન સ્થળોને પ્રમોટ કર્યા છે. ગુજરાત સરકાર રાજ્યમાં વિકસિત નવા સ્થળોને પ્રોત્સાહન આપવા માંગે છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ અને પીએમ મોદીનું જન્મસ્થળ વડનગર સહીતના સ્થળો સામેલ છે.

ગુજરાત સરકાર રાજ્યના 12 પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. ખુશ્બૂ ગુજરાત કી અને કૂછ ન તો ગુજારીયે ગુજરાત, આ ટેગલાઈ પ્રવાસન જગતમાં સફળ રહી હતી. બિગ બીના અભિયાન બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ગુજરાત સરકારનું પ્રવાસન પ્રમોશન ગુજરાતની સુગંધ સાથે જોડાયેલું છે… તૈયારીઓ એવા સમયે સામે આવી છે જ્યારે તેમના પુત્ર અભિષેક બચ્ચનની પ્રયાગરાજથી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી થવાની ચર્ચા પણ સામે આવી છે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

૧૧૬ જેટલા ASI ને PSI તરીકે આપ્યું પ્રમોશન

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay

ગાંધીનગર: ઝુંડાલ સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો