“ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસુ ફરી જામવા લાગ્યું છે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર થી વરસાદ તૂટી પડયાના અહેવાલો મળી રહ્યા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સુરત, અમદાવાદ, વડોદરા, ગીર સોમનાથમાં આવતા પાંચ દિવસ ધોધમાર વરસાદ પડે એવી આગાહી થઈ છે.
હવામાન વિભાગના વર્તરા મુજબ આજે રવિવારે નવસારી-વલસાડ-બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-સુરત-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-ડાંગ-અમરેલી-ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.
જ્યારે આવતીકાલે સોમવારે નવસારી-વલસાડ-તાપી-સુરત-ડાંગ-અમરેલી-ભાવનગર-અમદાવાદ-આણંદ-સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-વડોદરા-નર્મદા-ભરૂચમાં વરસાદ પડી શકે છે.
મંગળવારે સુરત-નવસારી-વલસાડ-જૂનાગઢ-ગીર સોમનાથ-અમદાવાદ-આણંદ-અરવલ્લી-મહિસાગર-નર્મદા-ભરૂચ-પોરબંદર-અમરેલી-બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી પણ થઈ ચગે”