August 8, 2026
ગુજરાત

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

શહેરના જુહાપુરમાં વિસ્તારમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. એપ્રિલ માસમાં 14 જેટલા લોકોને ગુમાવનારા તેમના પરિવારજનોમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે  તેઓ હવે માની રહ્યા છે કે કોરોના મહામારી ખરેખર રીતે અસ્તિત્વમાં છે અને એટલીજ જીવલેણ પણ છે. હાલમાં અમદાવાદ શહેરની પરિસ્થિતી ઘણી ભયજનક જોવા મળી રહી છે.

દરરોજના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી હાલ માસ્ક પહેરવું તે જ લોકો માટેનું હથિયાર બની ગયું છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું તે હાલની પરિસ્થિતિ જોતા ખુબ જ જરુરી બની ગયું છે. જુહાપુરામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 350થી વધારે લોકોના મોત થઈ ગયા છે અને હવે ફરી એકવાર કોરોનાથી મૃત્યુ થવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે.

જો કે, હજી પણ ઘણા લોકો બિન્દાસ્ત માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જયારે અત્યારે પણ શહેરના ઘણા એવા વિસ્તારોમાં લોકો રાત્રિ કફર્યુમાં લટાર મારવા માટે નિકળી પડતા હોય છે અને તેમના મોહલ્લા અને સોસાયટીઓમાં ટોળુ કરી ભેગા બેસતા જોવા મળી રહ્યા છે.

Related posts

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

Ahmedabad Samay

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ યોજાયો

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો