September 25, 2026
ગુજરાતધર્મ

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

 

જાણો ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી

હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ તેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. તો બાકીની બે નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રી અને શરદીય નવરાત્રીનું સૌથી વધારે મહત્વ હોય છે. નવરાત્રી દરમયાન માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે.

આ દિવસથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી

આ વર્ષે ચૈત્રી નવરાત્રીની શરૂઆત ૧૩ એપ્રિલથી થઈ રહી છે અને સમાપન ૨૨ એપ્રિલના રોજ થશે. ૧૩ એપ્રિલના રોજ નવરાત્રીની પ્રતિપદા તિથિ છે અને તે જ દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે. નવરાત્રીના નવ દિવસોમાં માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેના નવ રૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

દરેક દિવસ દેવી દુર્ગાના એક રૂપની પૂજા થાય છે. દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપ છે.                        પહેલા દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચૌથા દિવસે કુષ્માંડા, પાંચમાં દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રી, આઠમાં દિવસે મહાગૌરી અને નવમા દિવસે એટલે કે નવરાત્રીના છેલ્લા દિવસે સિદ્ધિદાત્રીના રૂપની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે થશે ઘટ કે કળશ સ્થાપના

13 એપ્રિલના રોજ જે દિવસે ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે તે જ દિવસથી કળશ કે ઘટની સ્થાપના કરવામાં આવશે. નવરાત્રી દરમયાન કળશ સ્થાપ્નાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે કળશ સ્થાપિત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

ચૈત્રી નવરાત્રીમાં માં દુર્ગાનું આ રહેશે વાહન

નવરાત્રીમાં માં દુર્ગા જે વાહન ઉપર સવાર થઈને આવે છે. તેનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. માં દુર્ગાના વાહનથી પણ સુખ, સમૃદ્ધિનો અંદાજો લગાવી શકાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીનો આરંભ મંગળવારના દિવસથી થઈ રહ્યો છે અને તે માટે જ માં ઘોડ ઉપર સવાર થઈને આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા શરદીય નવરાત્રીમાં પણ માં ઘોડા ઉપર સવાર થઈને આવી હતી.

Related posts

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

Ahmedabad Samay

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

ક્યાં જાતકો એ કેવી રીતે આજે શિવજીને અભિષેક કરવું જાણો પ્રખ્યાત શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

હવે ગાંધીના ગુજરાતમાં મળશે દારૂ, ગીફ્ટ સિટીમાં દારુની પરવાનગી આપવામાં આવી

Ahmedabad Samay

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે બુધવારે સી-ફ્લડ નામની સિસ્ટમ લોન્ચ કરી,બે દિવસ અગાઉથી ગ્રામ્ય સ્તરે પુરની ચેતવણીઓ આપવાશે

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો