November 4, 2026
ગુજરાતમનોરંજન

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ આજ થી શરૂ

કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩ ની જાહેરાત, જેના સત્રો ૧૨ મી એપ્રિલ ૨૦૨૧ થી ગુજરાતી રંગભૂમિ પર આધારિત હશે.
“ચાય વાય એન્ડ રંગમંચ” ૨૦૨૦ જે કોકોનટ થિયેટરની પ્રથમ સફળ સીઝન રહી છે. જેમાં ભારત સહીત વિવિધ દેશોના રંગભૂમિના નિષ્ણાતોએ એક પછી એક ૧૦૮ સેશન્સ સફળતા પૂર્વક કરીને ઇતિહાસ રચ્યો, એ સિવાય ભારતનાં જુદા જુદા રાજ્યોના પ્રતિભાશાળી નામાંકિત પ્રસિદ્ધ લોક કલાનાં કલાકારો અને મહેમાન વક્તા દ્વારા એક પછી એક કડીઓ ઉમેરતા ભારતીય લોક થિયેટરના સ્વરૂપો લોકો સુધી પહોચાડ્યા. દરેક અતિથિ વક્તાઓએ આ તકને સ્વેચ્છાએ સ્વીકારી. અને યાદગાર થિયેટરના અનુભવો અને શીખવા જેવી અનેક વાતો શેયર કરી. સીઝન ૧ અને સીઝન ૨ ના દરેક સત્ર આપ કોકોનટ થિયેટર્સની યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. જે વિના મૂલ્યે વિશ્વભરમાં દરેકને માટે ઉપલબ્ધ છે.


શ્રી શત્રુઘ્ન સિંહા, શ્રી સુભાષ ઘાઇ, પદ્મ વિભૂષણ એવોર્ડિ શ્રીમતી શબાના આઝમી, શ્રીમતી સુપ્રિયા પાઠક, પદ્મ શ્રી અને સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા શ્રીમતી રીટા ગાંગુલી, શ્રી એમ.એસ.સત્યુ, સ્વ.બંસી કૌલ, શ્રી મનોજ જોશી, શ્રીમતી. નીલમ માનસિંહ, શ્રી વામન કેન્દ્રે, શ્રી સતિષ આલેકાર, શ્રીમતી. ડોલી આહલુવાલિયા, શ્રી પ્રસન્ના, શ્રી સુરેશ શર્મા (ડિરેક્ટર – એનએસડી), શ્રીમતી. રોહિણી હટ્ટગડી અને ઘણાંએ ઓન લાઇન સત્રો કર્યા અને થિયેટર વિદ્યાર્થીઓ, કલાપ્રેમી થિયેટર આર્ટિસ્ટ, લેખકો, દિગ્દર્શકો, સંગીતકાર, નૃત્ય દિગ્દર્શક, રંગ ભૂષા, ડ્રેસ ટેકનીકલ ડીઝાઇનર, ટેકનિશિયન, વિવિધ થિયેટર જૂથો અને થિયેટર સાથે જોડાયેલા દરેકે દરેક માટે પ્રેરણા સ્ત્રોત બન્યા.


ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ ની જાહેરાત ૧૨ મી એપ્રિલ, ૨૦૨૧ થી ટિકિટ નિન્જાના સહયોગથી રોજ સાંજે ૬;૦૦ વાગ્યે કરશે. જેમાં ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ કલાકારો,લેખકો,દિગ્દર્શકો તથા અનેક ટેક્નિશિયનો જેવા કે શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા, શ્રીમતી રોહિણી હટ્ટંગ્ડી, શ્રી વિપુલ મહેતા, શ્રી પ્રતિક ગાંધી, શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય, શ્રી મિહિર ભુતા, શ્રી પ્રવિણ સોલંકી, શ્રી દિલીપ રાવલ, શ્રીમતી. વંદના પાઠક, અને એ સિવાય ઘણાં..જે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર લાઇવ આવશે અને બધાં થિયેટર પ્રેમીઓને તેમનાં યાદગાર અનુભવો અને વાતો તથા પ્રેરણાદાયી ટીપ્સ શેર કરશે.

સીઝન -૧ અને સીઝન – ૨ ના આદરણીય મહેમાનો અને પ્રેમાળ પ્રેક્ષકોનો પ્રતિસાદ ખૂબ જ સારો હતો જેમણે કોકોનટ થિયેટર ટીમને પ્રાદેશિક થિયેટર પર ઓન લાઈન સત્ર આયોજન કરવાની પ્રેરણા આપી અને કોકોનટ થિયેટરની કર્મઠ ટીમે ગુજરાતી રંગભૂમિનાં માધ્યમથી પ્રાદેશિક સત્રો શરૂ કરવાનું નક્કી કર્યું. ગુજરાતી રંગભૂમિ હંમેશાં ખૂબ જ સક્રિય રહી છે અને વિશાળ ગુજરાતી પ્રેક્ષક વર્ગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ગુજરાતી થિયેટરમાં એક વિશાળ સંભાવના અને વૃદ્ધિનો અવકાશ હંમેશા રહ્યો છે. તેથી અમારું લક્ષ્ય આ સત્ર દ્વારા વિશ્વભરના તમામ ગુજરાતી થિયેટર અને કલા પ્રેમી સુધી પહોંચવાનું છે. અન્ય ભારતીય પ્રાદેશિક થિયેટર ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય થિયેટરનાં કલાકાર કસબીઓ પણ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજને અનુસરી શકે છે અને “ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – ૩” ને ઓન લાઇન અને ઓફ લાઇન જોઈ શકે છે. બધા જ સત્રોનો સંપૂર્ણ સંપૂટ કોકોનટ થિયેટર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જે વિશ્વના કોઈપણ ભાગમાંથી વિના મુલ્યે જોઈ શકશે.

https://www.facebook.com/watch/CoconutTheatre/555712818663573/

https://www.facebook.com/CoconutTheatre/?epa=SEARCH_BOX

 

Related posts

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

પાસા ના નવા નિયમો નો સખ્તાઈ પૂર્વક અમલ થશે

Ahmedabad Samay

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં

Ahmedabad Samay

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલ ભરીને કાઢવું પડ્યું

Ahmedabad Samay

ગુજરાતનું એક ડગલું અનલોક તરફ, અનલોક માટેની ગાઇડલાઈન જાહેર

Ahmedabad Samay

નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી,બે ના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો