May 21, 2026
ગુજરાત

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં શહીદ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કેમ્પસમાં ૩૦૦ વૃક્ષોને શહીદોના નામ આપી, વાવેતર તથા ઉછેર કરાશે. રોટરી ક્લબ સાથે મળીને પોલિટેકનિક કોલેજનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના
આંબાવાડી વિસ્તારમાં આવેલા ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ ખાતે શહીદોના સન્માનનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ અને રોટરી ક્લબના સંયુક્ત પ્રયાસથી કેમ્પસમાં ૧૫ ઓગસ્ટના રોજ ૩૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વૃક્ષોને ભારતભૂમિ
માટે વીરગતિ વહોરનાર શહીદોના નામ આપવામાં આવશે.

પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ  ભાસ્કર ઐયર ના જણાવ્યા પ્રમાણે કોલેજની જ નેશનલ કેડેડ કોર (NCC) અને નેશનલ સર્વિસ સ્કીમ (NSS) પાંખ આ વૃક્ષોનું જતન કરશે. ૩૦૦ વૃક્ષોના વાવેતરથી કોલેજ કેમ્પસમાં એક અલાયદુ અર્બન ફોરેસ્ટ બની જશે જેનો લાભ કેમ્પસના વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિકોને પણ મળશે.  કોલેજ કેમ્પસમાં ગ્રીનરી જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવશે.

Related posts

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

ઇલેક્શન બાદ ૧ થી ૫ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો