પાસા’ની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે, મંત્રી મંડળની બેઠકમાં વટહુકમ માટે દરખાસ્ત રજુ કરાશે, પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે તેવા પરસેપ્શન સાથે અસામાજિક પ્રવૃત્તિઓ-ગૂનેગારો સામે સખ્તાઇથી ‘પાસા’કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમ લવાશે, જુગારની પ્રવૃત્તિ કરવી- સાયબર ક્રાઇમ આચરવા – નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા (લોન સાર્ક) શારીરિક હિંસા-ધાક ધમકી આપવી – જાતિય સતામણી કરવી જેવા ગૂના કરનાર તત્વો સામે ‘પાસા’નું શસ્ત્ર અપનાવશે રાજય સરકાર ,
જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી કરાશે, આઇ.ટી એકટ જોગવાઇઓ વિરૂદ્ઘની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે,જાતિય ગૂનાઓ સંદર્ભે ‘પોકસો’ના કાયદા અન્વયે કાર્યવાહી હાથ ધરાશે