September 22, 2026
ગુજરાતદેશ

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો કર્યો છે કે નોઝ સ્પ્રે બનાવ્યુ છે જે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે. કંપનીએ જણાવ્યું છે કે તેમનો આ સ્પ્રે કોરોનાથી બિમાર લોકોનો ઇલાજ કરવામાં કામ કરશે. સાથે જ મહામારીના લક્ષણોની ગંભીરતાથી પણ બચાવ થશે.

નાકમાં નાખવાનો સ્પ્રે હવામાં જ કોરોનાવાયરસને ખત્મ કરવાનું  શરૂ કરી દીધુ છે. આ સિવાય નાકના રસ્તાથી તે ફેફસા સુધી તેને સાફ કરે છે. તેનું પરિક્ષણ અમેરિકા અને બ્રિટનમાં સફળ રહ્યું છે. સેનોટાઇઝનો દાવો છે કે જે લોકોએ તેમનો સ્પ્રે ટ્રાયલ્સ દરમિયાન ઉપયોગમાં લીધો તે લોકોમાં સફળ રહ્યું છે.

યુકે ટ્રાયલ્સના ચીફ ઇન્વેસ્ટીગેટરે કહ્યું કે કોરોના મહામારી વિરુદ્ઘ ચાલી રહેલ આ લડાઇમાં સ્પ્રે સૌથી ખતરનાક હથિયાર સાબિત થશે. આ એક આંદોલનકારી દવા સાબિત થશે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં કોરોના વિરુદ્ઘ નાકથી નાંખવાની આ દવાને લઇને રિસર્ચ ચાલી રહ્યું છે.

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોફ્લુ નામની વેકિસન બનાવી રહ્યું છે. કોરોના વાયરસના ઇલાજ માટે બનાવવામાં આવતી આ વેકિસન સિરીંજથી નહી પરંતુ એક ટપકુ નાકમાં નાખવામાં આવશે. ભારત બાયોટેકે આ વેકિસનને અમેરિકા, જપાન અને યુરોપમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની વાત પણ ચાલી રહી છે.

Related posts

1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવામાં આવશે

Ahmedabad Samay

સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પર લાગેલા જોઇન્ટ તૂટી જતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે આવી મોટી ભરતી

Ahmedabad Samay

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે,૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વિનામૂલ્યે વેકિસન આપશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો