August 8, 2026
ગુજરાત

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

કોરોના થાય એટલે મોટાભાગના દર્દીઓના શરીરમાંથી ઓકિસજન લેવલ ઘટી જાય છે. આ કારણે અત્યાર સુધી અસંખ્ય દર્દીઓના જીવ ગયા છે. આવામાં ઓકિસજન લેવલ જાળવી રાખવું બહુ જ જરૂરી છે. ઓકિસજન લેવલ વધારવા માટે બહારથી ઓકિસજનના બોટલ લાવવાની જરૂર નથી. દર્દી આપમેળે દ્યરે પણ ઓકિસજનની માત્રા વધારી શકે છે. તો સાથે જ ઓકિસજનની માત્રા વધારવા માટે હોમિયોપેથીની દવા કારગત નીવડે કે કે કેમ? લોકોના મનમાં મૂંઝવતા અનેક સવાલોનો જવાબ હોમિયોપેથીક તબીબે આપ્યો છે.

વડોદરાના હોમિયોપેથીક તબીબ ડો રાજેશ શાહે શરીરમાં ઓકિસજન લેવલ વધારવાના ઉપાયો પર ગાઈડન્સ આપ્યું. તેમણે જણાવ્યું કે, ઓકિસજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓકિસજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓકિસજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. તો સાથે જ તેમણે કહ્યું કે, ઓકિસજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. કોરોનાગ્રસ્ત દર્દી કે સાજા વ્યકિત દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધે છે.

યોગમાં દિવસમાં બે વખત ૧૫ મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓકિસજન લેવલ વધે છે. સાંજે રોજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ. હોમિયોપેથીકની ઇમ્યુનિટી વધારવાની ગોળી આવે છે, પરંતુ ઓકિસજન લેવલ વધે તેવી કોઈ દવા નથી આવતી.

કોરોનાગ્રસ્ત દર્દીને વધુમાં વધુ ઊંધું સૂવું જોઈએ. તેનાથી તેના ફેફસાં વધુ ખૂલે, જેનાથી ઓકિસજનનું લેવલ સચવાય અને વધે છે. સાથે જ શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી પડે.

Related posts

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

Ahmedabad Samay

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

Ahmedabad Samay

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો