“ઓછું ભણેલાં યુવાનો માટે પણ નોકરીની સારી તક આવી છે.મહિલા અને બાળ વિકાસના આંગણવાડી અને હેલ્પરના પદ માટે ભરતી કરવામાં આવી છે.
કુલ ૩૩૧ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આંગણવાડીમાં દેશભરમાં અલગ-અલગ જગ્યાઓ પર સતતપણે ભરતી કરવામાં આવતી હોય છે. કોરોના કાળમાં ભરતીમાં ગ્રહણ લાગી ગયુ હતું અને બીજી લહેરમાં પણ ભરતી પાડવામાં આવી હોવા છતા પણ પરીક્ષા લેવામાં આવી ન હતી. ઘણા લાંબા સમયગાળા બાદ આંગણવાડીમાં ભરતી કરાઈ છે. મહિલા અને બાળ વિકાસના આંગણવાડી અને હેલ્પરના જોડાવવા માગતા યુવાનો 31 જુલાઈ સુધી અરજી કરી શકશે. જો કે 1 જુલાઈથી અરજીની પ્રકિયા શરૂ થઈ ગઈ છે.
આ રીતે કરશો અરજી.
આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનો આંગણવાડીની વેબસાઈટ https://anganwadirecruit.kar.nic.in/ પરથી કરી શકશે અરજી.
વય મર્યાદા:
આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનોની વય 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.અનામતવાળા યુવાનોને વયમાં છૂટ આપવામાં આવશે.
સિલેક્શનની પ્રક્રિયા:
જોડાવવા માગતા યુવાનો ઓછામાં ઓછું ૦૪ ધોરણ પાસ અને વધુમાં વધુ ૦૯ ધોરણ પાસ હોવા જોઈએ. સાથે જ મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે.