September 21, 2026
ગુજરાત

૧૨૦૦ બેડમાં સેવા આપતા એક સેવકની આંખો દેખી વ્યથા,એક સામાન્ય નાગરિક ની લાગણી : મજાક ના સમજતા કોરોના ને

Bhupendra Patel
ભુપેન્દ્ર પટેલ
(સમાજ સેવક)

હું ભુપેન્દ્ર પટેલ આજની મે જોયેલી અનુભવેલી વાસ્તવિકતા પરિસ્થિતિ વિશે થોડી વાત કરવી છે તમને

પહેલે થી લઈને છેલ્લે સુધી શાંતિથી બે વખત દિલથી વાંચવા મહેરબાની કરજો

1 હું કોઈના બાપ થી નથી બીતો એવું બોલતા માણસને ઘરની બહાર નીકળતા બીતો ડરતો જોયો છે

2 પ્રકૃતિની સાથે ખેલ કરતા નિર્દય માણસને જોયો હતો તે જ માણસ ને ઓક્સિજન માટે અલગ અલગ જગ્યાએ આમતેમ ભટકતો તડકામાં લાઈનમાં ઊભેલો મેં જોયો છે

સૂકા લાકડા નથી કંઈ કામના તેવું કહેતો માણસ આજે લીલા લાકડે સ્મશાનમાં બળતા જોયો છે

3 ઘરમાં ચાર પાંચ મોટી ગાડીઓ હોય એવા માણસને કલાકો સુધી એમ્બ્યુલન્સ 108 ની રાહ જોતો જોયો છે

4 દર મહિને બોડી ચેકઅપ કરાવતો માણસ ને આજે રસ્તામાં કોર્પોરેશનના પબ્લિક ની વચ્ચે સામાન્ય માણસની કોરોના નો ટેસ્ટ ચેકઅપ કરાવતા જોયો છે

5 જન્મની વધામણી ના પૈસા લેતા તો માસીબા અને માણસોને ઘણીવાર જોયા છે પરંતુ અંતિમ વિધિ માટે પણ જબરજસ્તી પૈસા લેતા પહેલીવાર જોયા છે

6 પૈસાની પાછળ દોડતા માણસને પૈસા હોવા છતાં પણ સરકારી હોસ્પિટલની બહાર લાઈનમાં બાટલા ચડાવતો લોકોને હાથ જોડતો પહેલી વાર જોયો છે

7 ખૂબ પૈસા હોય મોટી મોટી ઓળખાણ હોય તાકતવર હોય એવા લોકોને લાચાર બેબસ થઈને કુદરતે બે હાથ જોડતા જોયો છે

8 માણસને માણસાઈ ભૂલતા તો ઘણી વાર જોયો છે પણ કુદરતને કુદરત પણું ભગવાનને ભગવાન હોવાનું ભૂલતા પહેલી વાર જોયો છે

9 માનું કે ભગવાન હશે અમારી ઘણી બધી ભૂલો પરંતુ હવે તો તું આવ અમારી મદદ કરવા અમને માફ કરીને

માનવજાત ઉપર આટલો બધો રૂઠેલો ગુસ્સો કરતા ભગવાનને પહેલી વાર જોયો છે.

હું બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું તમારી મોટી ઓળખાણ હોય તમે ખૂબ પૈસાવાળા હોય તમે ખૂબ બુદ્ધિશાળી હોશિયાર પોતાની જાતને સમજતા હોય તો અત્યારે દેશ અને સમાજ ઉપર ખૂબ મોટું સંકટ આવેલું છે તો તમારી દરેક રીતે હોશિયારી નો ઉપયોગ કરી લોકોને મદદરૂપ થાવ આર્થિક માનસિક શારીરિક રીતે અને જો ભગવાનમાં ગુજરાતમાં ખૂબ માનતા હોય તો તમારી પૂજામાં લોકોને આ કોરોના મહામારી થી જલ્દીથી બચાવે તેવી પ્રાર્થના કરો પ્લીઝ

એક સામાન્ય નાગરિક ભુપેન્દ્ર પટેલ ની લાગણી અંદર લખેલી છે મજાક ના સમજતા કોરોનાને

Related posts

ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2026-27 ના અંડરગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટગ્રેજ્યુએટ (PG) કોર્સના પ્રવેશ માટે MOP-UP પ્રક્રિયા શરૂ

Ahmedabad Samay

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં ૨૩ જેટલી પ્રસૂતા મહિલાઓ કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

અમદાવાદ: શાળાને 99 વર્ષ માટે કાયમી લીઝ પર જોઈએ છે રમતનું મેદાન

Ahmedabad Samay

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

Ahmedabad Samay

ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો