September 22, 2026
ગુજરાત

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ad

કોરોના કાળમાં અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણની સ્પીડ બેફામ વધી જતા અમપા સિટી બસોનું સંચાલન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, હવે કોરોનાનું જોર ઘટતા લગભગ બે મહિના બાદ અમદાવાદના રસ્તાઓ પર ફરીથી એએમટીએસ-બીઆરટીએસની બસો દોડતી જોવા મળશે.

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ મળતા હવે એએમસી દ્વારા પણ બસો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કોરોનાના કેસો ઓછા થયા છે પરંતુ તે હજી સમાપ્ત નથી થયો. જેથી લોકોએ હજી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જાહેર બસોમાં મુસાફરી દરમિયાન લોકોએ કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.

કોરોનાના નિયમો પ્રમાણે હાલ બસમાં એક સાથે વધુમાં વધુ ૫૦% મુસાફરો મુસાફરી કરી શકશે. જે મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તેમને બસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. સંક્રમણ ન ફેલાય તે માટે દિવસમાં બે ટાઈમ બસોને સેનિટાઈ પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર શરૂ થતાં અમદાવાદમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. જેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૮ માર્ચના રોજ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે હજી સુધી અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે, હવે ૨૮ મેથી બસોનું સંચાલન ફરી શરૂ થતાં લોકોને વધારે રાહત મળશે.

Related posts

અપક્ષ નેતા દિનેશ શર્માની ચાંદખેડા વોર્ડથી હાર

Ahmedabad Samay

અમદાવાદ: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને ‘ઓપરેશન કાવેરી’ હેઠળ એરલિફ્ટ કરી મુંબઈ લવાયા, સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ લવાશે!

Ahmedabad Samay

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

ગુજરાત પોલીસને ગેસ પ્રશ્ને કોઈ જાતની ક્‍યાંય ગેરરીતિ કે. કાળાબજાર ન થાય તે માટે કડક સૂચના આપી 

Ahmedabad Samay

સુરક્ષા ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક, જાણીતી કંપનીમાં આવી સિક્યુરિટીની ભરતી

Ahmedabad Samay

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો