September 22, 2026
ગુજરાતરાજકારણ

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

 

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાનેથી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી. આ જળયાત્રામાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાબરમતી નદીમાંથી લવાયેલ ૧૦૮ કળશથી સોડષોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમા સહભાગી થયા હતા.

રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ઘાનું પ્રતિક છે ત્યારે કોરોનાકાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર ધાર્મિક આસ્થા અને ભકતોની લાગણીઓની સાથે સાથે આજે નાગરિકોની સેવા માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટે નિૅંશૂલ્ક કોરોના રસીકરણ અને પોલીસ જવાનો માટે ટેલીમેડિસીનની સેવા શરૂ કરાઇ હતી જેના થકી જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિ-સંગમ જોવા મળ્યું.

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરી મંદિરના પ્રાંગણમાં થઇ રહેલ કોરોના રસીકરણની કામગીરી અને ટેલીમેડિસીન સેવાનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તાગ મેળવ્યો હતો

Related posts

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કેસને લઈ મોટા સમાચાર, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર્સ સહિત 4ની ધરપકડ

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી ફરી એકવાર લોકસભા ચૂંટણી 2024માં શાનદાર જીત હાંસલ કરી

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો