આજે રાજ્ય કેબિનેટની યોજાયેલી બેઠકમાં ૪ મહાનગરોમાં અમલી કર્ફયુમાં છૂટછાટ આપવાની બાબતે ચર્ચા-વિચારણા થઇ હતી. રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં રાત્રી કર્ફયુ અમલી બન્યા બાદ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થવાના કારણે તથા વિવિધ વેપારી મંડળો દ્વારા થયેલી રજૂઆતો સંદર્ભે સરકાર કર્ફયુમાં છૂટછાટ આપવા તૈયાર થયુ છે,રાત્રીના ૯થી સવારના ૬ સુધીના કર્ફયુના કારણે મનોરંજન-હોટલ સહિતના ઉદ્યોગોને ભયંકર નુકશાન થયુ છેઃ હવે આ નુકશાન ન થાય તે માટે કર્ફયુનો સમય ૯ને બદલે ૧૦ કરવામાં આવ્યું છે.