September 22, 2026
રમતગમત

ઓલિમ્પિક: વેટલિફ્ટરમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ મેળવ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂ મહિલાઓની ૪૯ કિલોની વેટ કેટેગરીમાં કુલ ૨૦૨ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે.

બીજી તરફ ભારતીય શૂટર સૌરભ ચૌધરી ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચી ગયો છે. સૌરભ ૬ઠ્ઠી સિરીઝના કવોલિફાઇંગ રાઉન્ડમાં ૬૦૦ પોઇન્ટમાંથી ૫૮૬ સ્કોર પર પ્રથમ રહ્યો હતો. આ ઇવેન્ટમાં અન્ય એક બીજા ભારતીય શૂટર અભિષેકને કવોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર કરી દેવાયો હતો. ૫૭૫ પોઇન્ટ સાથે તે ૧૭મા ક્રમે રહ્યો છે. કવોલિફાઇંગમાં ટોપ-૮ સ્થાને રહેનાર શૂટરને ફાઇનલમાં જગ્યા મળે છે.

ટોક્યો ઓલિમ્પિકસમાં મેડલ માટે સ્પર્ધાઓ શરૂ થઈ હતી. ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર પરિણામ સાથે થઈ છે. તીરંદાજીની મિશ્રિત ઇવેન્ટમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે, શૂટિંગમાં મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતની ઇલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ફાઇનલ માટે કવોલિફાઇ ન કરી શકી.

New up 01

Related posts

બુહમરાએ મોટો રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચ્યો,બુમરાહે વિરોધી ટીમને ધ્વસ્ત કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૬મી પાંચ વિકેટ લીધી

Ahmedabad Samay

IPL 2023 : RCB સામે જીત મેળવીને લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ સ્થાને પહોંચી, જુઓ નવીનતમ પોઈન્ટ ટેબલ

Ahmedabad Samay

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

IPL 2023: ડી વિલિયર્સે સૂર્યાને આપ્યો “ગુરુમંત્ર”, કહ્યું કેવી રીતે પાછા 360-ડિગ્રી ફોર્મમાં આવી શકાય છે

Ahmedabad Samay

ભારતમાં પ્રથમ વખત આયોજિત ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શુભારંભ

Ahmedabad Samay

એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો