ધવનના હાથમાં યુવા ખેલાડીઓ સાથેની ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી અને તેની કેપ્ટનશીપ ઈનિંગ્સની મદદથી ભારતે ભવ્ય વિજય મેળવ્યો. તેણે પોતાની કેપ્ટનશીપની શરૂઆત વિજય સાથે કરી છે.
ધવને બેટિંગમાં બનાવ્યો રેકોર્ડ
બેટ્સમેન તરીકે ધવને મોટો રેકોર્ડ બનાવ્યો. આ મેચ પહેલાં ધવનના વન-ડેમાં 5977 રન હતા. તેણે 23 રન બનાવતાની સાથે જ વન-ડેમાં 6000 રન પૂરા કરી લીધા. તેની સાથે જ તે સિદ્ધિને હાંસલ કરનારા 10મો ભારતીય બની ગયો છે. આ સાથે જ તેણે સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. ધવન વન-ડેમાં વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી બેટ્સમેન છે.
વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો:
કોહલીએ 136 ઈનિંગ્સમાં સૌથી ઝડપી 6000 રન બનાવ્યા હતા. આ આંકડાને પાર કરવામાં 6 વર્ષ 83 દિવસ લાગ્યા હતા. આ યાદીમાં શિખવ ધવન બીજા નંબરે આવી ગયો છે. તેણે 140મી ઈનિંગ્સમાં 6000 રનના આંકડાને સ્પર્શ કરી લીધો છે. સૌરવ ગાંગુલી ત્રીજા નંબર પર છે. તેણે 147 ઈનિંગ્સમાં 6000 રન બનાવ્યા હતા. તેના માટે તેમણે 8 વર્ષ 289 દિવસ લગાવ્યા હતા. આ પહેલા રોહિત શર્માએ 6000 રન પૂરા કરવામાં 162 ઈનિંગ્સ, એમએસ ધોનીએ 166 અને સચિન તેંડુલકરે 170 ઈનિંગ્સ રમી હતી.
દુનિયાનો ત્રીજો બેટ્સમેન બન્યો ધવન:
ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ધવન 6000 રન બનાવનારા દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાએ 123 ઈનિંગ્સમાં સૌથી ઝડપી 6000 રન બનાવ્યા છે. બીજા નંબરે 136 ઈનિંગ્સ સાથે વિરાટ કોહલી છે. ત્રીજા નંબરે શિખર ધવન આવી ગયો છે. તેણે 140 ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ ચોથા ક્રમે વિવિયન રિચાર્ડ્સ અને જો રૂટ છે. જેમણે 141 ઈનિંગ્સમાં 6000 રન બનાવ્યા છે. શિખર ધવન શ્રીલંકા સામે 1000 રન કે તેનાથી વધારે રન બનાવનાર 13મો ભારતીય બની ગયો છે.