September 21, 2026
અપરાધ

બોપલ વિસ્તારમાં આવેલ સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીમાં બન્યો લૂંટનો બનાવ

બોપલ વિસ્તારમાં આવેલ સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીના બંગલા નંબર 98 માં સોમવારે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ છ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા.અને પરિવારને ધમકાવીને સોનાના દાગીના તેમજ લેપટોપની લૂંટ કરી પલાયન થઈ ગયા છે.

આ લૂંટનો ભોગ બનનાર મનોજ અગ્રવાલ ખાનગી કંપનીમાં સી.એ તરીકે નોકરી કરે છે અને પત્ની હાઉસ વાઇફ છે જેમના બે દિકરા છે. આ ચારે લોકો ઘરે હતાં જો કે લૂંટારાઓ દંપતિ રુમમાં જઇ પહેરેલા દાગીના કાઢી દેવા ધમકી આપી કઢાવી લીધા હતા.

આ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ખુલ્લી ખેતર જેવી જગ્યાઓ છે. જ્યાંથી આ લૂંટારુઓ દીવાલ ઉપર રહેલ ફ્રેંસિગ તોડીને સોસાયટી માં પ્રવેશ કર્યો હતો.અને બંગલા નંબર 98 માં ઘુસી પાછળ સાઈડનો એક લોખંડની જાળીનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા.
મકાનના બેડરૂમમાં સુઈ રહેલા દંપતી ને જગાડીને જે પણ વસ્તુ ઓ પહેરી હોય એ આપી દેવા માટે કહ્યું હતું.જેથી દંપતી એ ગભરાઈ ને પહેરેલા સોનાના દાગીના અને લેપટોપ લૂંટી જતા રહ્યાં હતાં.

આ અંગે લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

કડી તાલુકામાં રાજપુર ગામ પાસે એક રિયલ સિક્યુરિટી ગ્રુપના ડિરેક્ટરની નિર્મમ હત્યા

Ahmedabad Samay

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બેફામ બનેલી કારે ચાર ને કચડ્યા

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

Ahmedabad Samay

12 નવેમ્બરના રોજ બપોરે ગુમ થયેલી માસૂમ બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો