અમદાવાદમાં એસજી હાઈવે પર અકસ્માતનો સીલસીલો સતત સામે આવી રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં જ અકસ્માતના કારણે એસજી હાઈવે પર 23 લોકો મોતને ભેટ્યા છે જેમાં તાજેતરમાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતની ઘટના પણ સામેલ છે જેમાં એક સાથે 9 લોકોના મોત નિપજ્યા છે.
એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો સીલસીલો જારી રહેતા આ રોડ લોકો માટે પણ ડેન્જર બની રહ્યો છે. મોત સવારી સમાન આ રોડ પર વાહન ચાલકોની બેદરકારી પણ જવાબદાર હોય છે. 2023ના છેલ્લા 7 મહિનાના આંકડાઓ પ્રમાણે 23 લોકોના મોત થયા જ્યારે બાકીના લોકો ઘાયલ થયા જેમાં ગભીર રીતે ઘાયલ થવાના પણ બનાવો સામે આવ્યા છે.
ઈસ્કોન સર્કલ પાસે 10ના મોત
2017થી 2021 સુધીમાં 28 લોકોના અકસ્માતો માત્ર ઈસ્કોન સર્કલ પર જ થયા છે. જેમાંથી 10 લોકોના મોત નિપજ્યા છે. ઈસ્કોન પાસેના અકસ્માતો લોકો માટે ઘાતકી બની રહ્યા છે.
સમગ્ર અમદાવાદના અકસ્માતોની વાત કરવામાં આવે તો આ વર્ષમાં જૂન મહિના સુધીમાં 237 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ આંકડો ખૂબ ચિંતાજનક છે. આ આંકડાઓ બાદ ચોક્કસથી અનુમાન લગાવી શકાય છે કે, અમદાવાદમાં વાહનો ચલાવવા કેટલું મુશ્કેલ છે.