ભાગેડુ મેહુલ ચોક્સી કેરેબિયન ટાપુ એન્ટીગુઆથી 23 ને રવિવારથી ફરાર થઇ ગયો હતો. તેની પાસે કેરેબિયન દેશની નાગરિકતા પણ હતી. એન્ટિગુઆ પોલીસે એક જણાવ્યું હતું કે ચોક્સીને છેલ્લે રવિવારે તેની કારમાં જોયો હતો. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેની કાર મળી હતી પરંતુ ચોક્સીનો કોઈ પત્તો મળ્યો ન હતો. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે મંગળવારે કહ્યું હતું કે મેહુલ ચોકસી રવિવારથી ગાયબ છે.જોકે પોલીસે મેહનત બાદ મેહુલ ચોકસીને ડોમિનિકાથી ઝડપી પાડ્યો છે.
હીરા કારોબારી મેહુલ ચોકસી 13,500 કરોડના PNB કૌભાંડનો આરોપી છે. ભારતમાં તેની સામે ચાલી રહેલા કેસને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2018 માં તે ફરાર થઈ ગયો હતો.