November 5, 2026
અપરાધ

નિકોલમાં માનવતાને શરમાવે તેવા આ કિસ્સામાં, કાર ચાલકે વૃદ્ધને બોનેટ પર ફસાવીને પૂરઝડપે ગાડી દોડાવી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. રસ્તા પર સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક કાર ચાલક એટલી હદે હેવાન બન્યો કે તેણે એક વૃદ્ધના જીવની પણ પરવા કરી નહીં. માનવતાને શરમાવે તેવા આ કિસ્સામાં, કાર ચાલકે વૃદ્ધને બોનેટ પર ફસાવીને પૂરઝડપે ગાડી દોડાવી હતી, જેના દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિ ધ્રૂજી ઉઠે.
નિકોલના મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કોઈ વિવાદમાં સમજાવવા ગયેલા વૃદ્ધ પર ચાલકે અચાનક ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનો જીવ બચાવવા વૃદ્ધે ગાડીની સામે ઉભા રહી તેને રોકવા કોશિશ કરી, પરંતુ નિર્દય ચાલકે બ્રેક મારવાને બદલે એક્સિલરેટર દબાવી દીધું. વૃદ્ધ કારના બોનેટ પર ફસાઈ ગયા હોવા છતાં, ચાલકે એક ‘સનકી’ની જેમ લાંબા અંતર સુધી કાર હંકારી હતી.
કરગરતા રહ્યા વૃદ્ધ, ચાલકના માથે લોહી સવાર હતું
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હૃદયદ્રાવક વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ પોતાનો જીવ બચાવવા માટે બોનેટને મજબૂતીથી પકડી રાખવા મજબૂર બન્યા હતા. તેઓ વારંવાર ચાલકને ગાડી ઉભી રાખવા માટે વિનંતી કરી રહ્યા હતા, પરંતુ નિર્દય ચાલકે તેમની એક પણ વાત સાંભળી નહીં. આસપાસના વાહનચાલકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા અને રસ્તા પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ એક્શન મોડમાં:
આ ભયાનક રોડ રેજની ઘટના બાદ સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કર્યા છે અને કારના નંબરના આધારે ફરાર ચાલકને પકડી પાડ્યું અને હવે આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે,

આ ઘટનાએ શહેરીજનોમાં ભારે રોષ જગાવ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આવી જ રીતે નબીરાઓ કે નિર્દય ચાલકો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા રહેશે?
હાલ તો પોલીસે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે રસ્તા પર નાની વાતમાં ગુસ્સો કાબૂમાં ન રાખવો કોઈનો જીવ લઈ શકે છે.

Related posts

પ્રવીણ નેતારુના હત્યા કેસમાં ચોંકાવનારી માહિતી આવી સામે,આગામી ૨૪ વર્ષ એટલે કે ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્‍લામિક દેશ બનાવવાનું કાવતરું આવ્યું સામે

Ahmedabad Samay

ઓઢવ પોલીસ સ્ટેશનમાં બદનામીના કેસમાં આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

કેટલી હદે વિકૃત.! બોટાદમાં ૮૧ વર્ષીય રેપ, બાદમાં ગળેફાંસો આપી મર્ડર, ફરિયાદ દાખલ વૃદ્ધા સાથે

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો