February 6, 2026
Other

છુટા-છેડા ને લઇ કાયદાકીય બાબતે મહત્વની વાતો એડવોકેટ ઓઢવેલની ડાયરીથી

આજના જમાનામાં પ્રમાણે, લોકોની રહેવાની રંનગઢ અને યુવા પેઢીના વિચારોને કારણે લગ્ન જીવનમાં સમસ્યાઓ નો પ્રમાણ વધવા લાગ્યા છે. અમુક કિસ્સામાં સમાજની દ્રષ્ટિએ છુટા પડતા હોય,અમુક એક બીજાની સમજદારીથી છુટા પડી જતા હોય છે તો અમુક કિસ્સા કોર્ટના પગથિયા ચડીને સંપન થતા હોય છે. તો આવો જાણીએ છુટા છેડા ને લઇ મહત્વની વાતો.

સખિલ.જી. ઓઢવેલ(એડવોકેટ)

લગ્ન જીવનનો અંત થવો એટલે છૂટાછેડા . છુટાછેડા ( Divorce ) અંગે હિન્દુ લગ્ન અધિનિયમ , ૧૯૫૫ ની કલમ ૧૩ માં જોગવાઈ આપેલી છે . આ એક ગંભીર બાબત હોવાથી લગ્ન જીવન ટકાવવાના અન્ય કોઈ પણ વિકલ્પ ન રહે , તો જ છૂટાછેડાથી ઉકેલ મેળવી શકાય છે.

કારણો કાયદામાં દર્શાવેલા યોગ્ય કારણો હોય , તો જ પતિ કે પત્નીને છૂટાછેડા મળી શકે છે .                                  કેટલાક કારણો આ પ્રમાણે છે : ( ૧ ) ક્રૂરતા , તે શારીરિક કે માનસિક ( ૨ ) સતત બે વર્ષથી ત્યાગ ( ૩ ) વ્યભિચાર ( ૪ ) ધર્માતરણ ( ૫ ) અસાધ્ય માનસિક અસ્થિરતા ( ૬ ) ચેપી જાતીય રોગ ( ૭ ) સંસાર ત્યાગ ( ૮ ) સાત વર્ષ ઉપરાંતથી હયાત હોવા વિશે સાંભળવા ન મળ્યું હોય વગેરે. આ કારણો રિવાજો ઉપરાંત પત્ની બીજા કેટલાક વિશેષ કારણોથી છુટાછેડા મેળવી શકે છે . જેવા કે , ( ૧ ) પતિ બળાત્કાર કે સૃષ્ટિ વિરુદ્ધના સંભોગ માટે દોષિત ઠરે ( ૨ ) જ્યારે પત્ની અલગ રહેતી હોય , તો કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરે અને કોર્ટના હુકમ બાદ ૧ વર્ષ ઉપરાંતનો સમયગાળો વીતવા છતાં પતિ પત્ની વચ્ચે ફરીથી સહજીવન શરૂ ન થાય..

આ પ્રમાણે કાર્યવાહી થઇ શકે.  છૂટાછેડા માટે લગ્નના ૧ વર્ષ વીતી ગયા પછી જ કેસ કરી શકાય છે . આ માટે પતિ કે પત્ની એ જિલ્લામાં આવેલી ફેમિલી કોર્ટમાં અથવા જ્યાં ફિમિલી કોર્ટની રચના ન થઈ હોય ત્યાં સિનિયર સિવિલ જજની કોર્ટમાં ઉપરોકત કોઈ પણ કારણો દર્શાવતો દાવો ( પિટિશન ) કરવાનો રહે છે . કોર્ટમાં બન્ને પક્ષે પુરાવા લેવાય છે , કેસ ચાલે છે અને અંતે જો કારણ સાબિત થાય , તો કોર્ટ દ્વારા છૂટાછેડાના હુકમનામાથી લગ્નને છૂટું કરવામાં આવે છે .

પરસ્પર સંમતિથી છૂટાછેડા

જો પતિ – પત્ની એક વર્ષ ઉપરાંતથી અલગ રહેતા હોય અને સાથે રહી શકે તેમ ન હોય , તો પરસ્પર સંમતિથી છૂટાછેડા ( Divorce by mutual consent ) લેવા માટે બંને સાથે કોર્ટમાં અરજી કરી શકે છે . કલમ ૧૩ – બી ) આવી અરજી કર્યા બાદ ફરજીયાત ઓછામાં ઓછા ૬ માસ સુધી પરિણીત યુગલે રાહ જોવાની રહે છે . તેને વેઇટીંગ પિરિયડ કે કૂલિંગ ઓફ પીરિયડ ( waiting or cooling off period ) કહે છે . આ ૬ મહિનાનો સમય ફરી એક થવા વિચારવા માટે છે . કેટલાક ખાસ કેસોમાં કોર્ટ આ ૬ મહિનાનો સમય જતો કરી શકે છે . વધુમાં , સમાજના રીતિ રિવાજો મુજબ નોટરી રૂબરૂ લગ્ન વિચ્છેદનો કરાર ( ફારગતી લેખ ) કરીને પરસ્પર સંમતિથી છૂટા થઈ શકાય છે . મોટાભાગે , તે પછીથી પણ કોર્ટનું હુકમનામું આવશ્યક છે . અન્ય કાયદાઓ છૂટાછેડા માટે ભારતમાં ધર્મ પ્રમાણે અલગ અલગ કાયદાઓ છે .

જેમ કે , હિન્દુ માટે હિન્દુ લગ્ન અધિનિયમ -૧૯૫૫ મુસ્લિમ માટે ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એકટ -૧૯૩૯ , ખ્રિસ્તી માટે ઇન્ડિયન ડિવોર્સ એકટ -૧૮૬૯ , પારસી માટે પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એકટ -૧૯૩૬ તથા અન્ય કિસ્સાઓમાં સ્પેશિયલ મેરેજ એકટ , ૧૯૫૪ લાગુ પડે છે .

સખિલ.જી. ઓઢવેલ(એડવોકેટ): મારા વકીલાતના જીવનમાં ઘણા ઘર તુટતા જોયા છે, આજ કાલ યુવા પેઢીમા તેમના સ્વતત્ર વિચારો અને પોતે જે કહે તેજ સાચું અને જિદ્દી સ્વભાવના કારણે થતા હોય છે લગ્ન જીવનને ટકાવી રાખવા માટે પોતાના જીવન સાથી ને સમજવું ખૂબ જરૂરી હોય છે.

Related posts

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

Ahmedabad Samay

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા

Ahmedabad Samay

દેશમાં દિવાળી જેવો માહોલ,સમારંભ પહેલા જ દેશમાં ૧ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ગયો

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો