શહેરના સૈયદવાડામાં રહેતા મોહંમદ અમીન મોહમ્મદ હસન સઈદે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે ટાવર ગ્રાઉન્ડમાં તેઓ ક્રિકેટ મેચ જોવા જતા હતા ત્યારે સાંજે 4:30 વાગ્યે પોતાના પાડોશી નાસીર અને સાળો ગુલામહુસેન હોસ્પિટલ તરફ જતા હતા સાળાને માથામાંથી લોહી નીકળતું હતું ત્યારબાદ તેઓની પાછળ તે પણ હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પૂછતા માથામાં લાકડું મારી દીધું હોવાનું જણાવ્યું હતું ગુલામહુસેનને ત્યારબાદ વધુ સારવાર અર્થે કેશોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડતા સીટી સ્કેન કરાવતા ડોક્ટરે હેમરેજ થયાનું જણાવ્યું હતું ત્યારબાદ વધુ સારવાર માટે તેને જુનાગઢ કરાયો હતો મહમદ અમીનભાઈએ બનાવ અંગે પાડોશી નાસીરને પૂછતા તેણે કહ્યું હતું કે પોતે અને ગુલામહુસેન માતરીના વળાંક પાસે આવેલ અંધશાળા પાસે ગયા હતા અને ગુલામહુસેન ઝાકીર હનીફભાઈ મીરના ઘરમાં ગયો હતો અંદર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ગુલામહુસેન સીડી પાસેથી કૂદીને ભાગવા જતા ઝાકીરે પાછળથી લાકડું મારતા માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું ઝાકીરની પત્ની સાથે પોતાના શાળાને પ્રેમ સંબંધની આશંકા હોય ગુલામહુસેન તેના ઘરે મળવા જતા ઝાકીર આવી જતા લાકડા વડે પોતાના સાળાને માથાના ભાગે મોત નીપજે તેવી ઈજા પહોંચાડયાની મહંમદ અમીનભાઇએ ફરિયાદ નોંધાવી છે