August 7, 2026
Other

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી બે દિવસ બાદ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી સામાન્ય રીતે શુષ્ક હવામાન રહેશે. લઘુત્તમ તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. અમુક વિસ્તારોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં આવતીકાલે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 31.8 ડિગ્રી, મહુવામાં 30.4, રાજકોટમાં 30.3, નલિયામાં 30.2, વડોદરામાં 30, અમદાવાદમાં 29.8, અમરેલીમાં 29.8, સુરેન્દ્રનગરમાં 29.8, પોરબંદરમાં 29.5, ડીસામાં 29.1, કેશોદમાં 28.6, ભુજમાં 28.4, વલ્લભ વિદ્યાનગરમાં 28.3 દ્વારકામાં 28.3, કંડલા પોર્ટમાં 28, ભાવનગરમાં 27.9, ગાંધીનગરમાં 27.8, વેરાવળમાં 27.8, ઓખામાં 26.4 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 8.8 ડિગ્રી, ડીસામાં 10.8, કેશોદમાં 11.1, ગાંધીનગરમાં 11.5, અમદાવાદમાં 12, રાજકોટમાં 12.3, મહુવામાં 13.1, પોરબંદરમાં 13.3, ભુજમાં 13.4, વડોદરામાં 13.6, સુરેન્દ્રનગરમાં 13.6, અમરેલીમાં 14.3, કંડલા પોર્ટમાં 14.8, વલ્લભ વિદ્યાનગરમાં 15.2, ભાવનગરમાં 15.2, વેરાવળમાં 15.9, સુરતમાં 16.6, દ્વારકામાં 16.7, ઓખામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

Related posts

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિહ મુનીમસિહ ભદૌરિયા શાળા સંકુલમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવ આયોજન કરાયું

Ahmedabad Samay

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

Ahmedabad Samay

મનોજ બાજપાઈની આગામી વેબ-સિરીઝ ‘કિલર સૂપ’માં એક અનોખી સ્‍ટોરીનું મિશ્રણ જોવા મળશે

Ahmedabad Samay

અગ્રણી બેંકો અને કાર્ડ ઇશ્‍યુઅર્સ દ્વારા મફત લાઉન્‍જ એક્‍સેસના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્‍યા

Ahmedabad Samay

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો