વિશ્વમાં સૌ પ્રથમવાર હાર્દિક હુંડિયા દ્વારા મોદીજીના કાર્યોના કેરીકેચર દ્વારા સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરાયો,બપોરે અયોધ્યામાં પ્રભુ રામની પ્રતિષ્ઠા, સાંજે મુંબઈમાં પ્રભુ રામની આગળ મોદી રાજ માં હાર્દિક મેગેઝીનનું વિમોચન કર્યું.
મોદી રાજ માં હાર્દિક મેગેઝિન નું વિમોચન થયું પ્રથમ નકલ માતા સરસ્વતીને,બીજી નકલ ભગવાન રામચંદ્રજીને અને
ત્રીજી નકલ મોદીજીને.
દેશ 75 વર્ષ નો આઝાદીનો અમૂલ્ય અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. દેશના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં આવા અનેક કાર્યો કર્યા છે જે વિશ્વમાં પ્રખ્યાત થયા છે. હાર્દિક હુંડિયાએ કહ્યું કે સ્ટાર રિપોર્ટનો ખાસ અંક મોદી રાજ માં હાર્દિક આજે અયોધ્યા માં રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા નાં દિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં તે 75 કાર્યોને અમે કાર્ટૂન મેગેઝીન દ્વારા દેશની જનતા સમક્ષ લાવ્યા છીએ. આજે મોદી રાજમાં હાર્દિક મેગેઝિન વિદ્યાની દેવી માતા સરસ્વતીજીને હૃદયપૂર્વક સમર્પણ કરી , બીજી નકલ જોગેશ્વરી નેશનલ હાઈવે પર ભગવાન રામના મંદિરે જઈને ભગવાન રામના ચરણોમાં વિમોચન કરવામાં આવી હતી. ભગવાન રામની મૂર્તિને સુવર્ણ પુષ્પ અને ત્રિરંગો દુપ્પટો અર્પણ કરવામાં આવ્યા હતા હાર્દિક હુંડિયાએ કહ્યું કે આ મારા માટે બહુમૂલ્ય ક્ષણ છે. મોદી રાજમાં હાર્દિકની ત્રીજી નકલ દેશના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને.

હાર્દિક હુંડિયાએ કહ્યું કે વ્યંગચિત્ર રાજ પાટીલ દ્વારા 75 કેરીકેચર્સ તૈયાર કરવામાં આવ્યા છે. વિશ્વને સકારાત્મક સંદેશ આપતા આ વ્યંગચિત્રો એક થી એક ચડિયાતા છે.
ભારત સરકારના મંત્રી અનુરાગ ઠાકુર, કપિલ પાટીલ, મહારાષ્ટ્રનાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર બાવન કુલે, સ્મિતા સાલસ્કર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિત મોદી, હીરા બજારના મેન ઓફ ધ મિલેનિયમ ભરત શાહ, ફિલ્મ અને ભવન નિર્માતા આનંદ પંડિત, યુવા ઉદ્યોગપતિ મૌલિક શાહ, આશિષ કોઠારી, વરિષ્ઠ સરકારી અધિકારી સમીર વાનખેડે, વરિષ્ઠ ધારાશાસ્ત્રી પંકજ બાફના, ફિલ્મ અભિનેતા મુકેશ ઋષિ, વરિષ્ઠ પત્રકાર પ્રેમ શુક્લા, બાલા કૃષ્ણન, બ્રાઈટવાળા યોગેશ લખાણી, સમાજસેવી રાકેશ કોઠારી જેવા મહાનુભાવો નાં હાથે અલગ અલગ વ્યંગચિત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.
