મનોજ બાજપાઈની આગામી વેબ-સિરીઝ ‘કિલર સૂપ’માં એક અનોખી સ્ટોરીનું મિશ્રણ જોવા મળવાનું છે. એમાં તેની સાથે કોંકણા સેન શર્મા, સયાજી શિંદે, નાસીર પણ જોવા મળશે. આ સિરીઝને અભિષેક ચૌબેએ ડિરેક્ટ કરી છે. ૧૧ જાન્યુઆરીએ આ સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફિ્લક્સ પર રિલીઝ થવાની છે. આ સિરીઝમાં લવ, ક્રાઇમ, થ્રિલ, કટાક્ષ અને વિચિત્ર સ્ટોરી દેખાશે.
આ શોનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી, ‘આની સ્ટોરી એટલી તો ગજબની છે કે તમે જોઈને જ એના પર ભરોસો કરી શકશો. ‘કિલર સૂપ’નાં ઇન્ગ્રીડિઅન્ટ્સ મનોજ બાજપાઈ અને કોંકણા સેન શર્મા છે. આ શો વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફિ્લક્સ પર અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થશે.
