August 8, 2026
ગુજરાતરાજકારણ

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્રભાઈ  પટેલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે તેઓ નવાં મંત્રીમંડળની રચના કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર ભાઈ પટેલએ શપથ ગ્રહણ કર્યા બાદ હવે નવી સરકારના પ્રધાનમંડળની રચનાની કવાયત હાથ ધરાઇ છે. હવે કાલે  મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલના પ્રધાનમંડળની શપથવિધિ યોજાશે.

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આચાર્ય તમામ પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથગ્રહણ બાદ કેબિનેટની બેઠક મળશે. જેમાં નવા પ્રધાનોને ખાતાની જવાબદારી સોંપવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવી છે.

રાતથી સંભવિત પ્રધાનોને કોલ કરવામાં આવશે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે. જ્યારે 12 જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. ભૂપેન્દ્ર યાદવ તેમજ બી.એલ.સંતોષ કેન્દ્રીય મોવડીમંડળ સાથે સતત સંપર્કમાં રહી નવા પ્રધાનોની યાદી તૈયાર કરી છે

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” નો ૧૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

રાજ્યની આંતરિક સુરક્ષાને હચમચાવી નાખતા વધુ એક અત્યંત સંવેદનશીલ ઘટનાક્રમ,ખડીયાસણ ગામની એક મદરેસામાંથી ATS એ વધુ ચાર સંદિગ્ધ આતંકવાદીઓને દબોચી લીધા

Ahmedabad Samay

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી દિલથી સલામ છે પોલીસ તંત્ર અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ને

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો