અમદાવાદ સમય દ્વારા ફક્ત ને ફક્ત બિઝનેસ કે સમાચાર આપવાનું કામ નથી કરતું અમદાવાદ સમય એ લોકોના ખભેથી ખભે મળીને કામ કરવામાં સેવા કરવામાં વિશ્વાસ રાખે છે. અમદાવાદ સમય દ્વારા કડકડતી ઠંડી હોય કે હોય પરસેવો પાડતી ગરમી કે પછી ભીંજવીને બીમાર કરતો વરસાદ, કે પછી હોય કરફ્યુ કે લોકડાઉન આપને એક એક ખબર સત્ય ઘટના નિકપક્ષ રહી આપ સુધી પહોંચાડી છે, અમદાવાદ સમયના

સહ તંત્રી અમદાવાદ સમય
સહ તંત્રી શ્રી નિરજસિંહ ભદોરીયા દ્વારા કરફ્યુ નું રિપોટિંગ કવરેજ કરતા અમદાવાદના બે દિવસીય કરફ્યૂ ને સફળતાપૂર્વક બનાવવામાં સૌથી વધુ મોટો યોગદાન આપનાર પોલીસ તંત્રને અમદાવાદ સમયના તંત્રી શ્રી દ્વારા તેમના આ કામને સન્માન આપી તેમના સાથે થોડો સમય વિતાવી તેમના કામને સન્માનિત કરવામાં આવ્યું હતું અને અમદાવાદ પોલીસ પર ગર્વ અનુભવ કર્યો હતો કે જેમને કોરોના કાળ માં પણ ખડે પગે ઉભા રહી અમદાવાદની જનતાનો બે દિવસ રક્ષણ કર્યુ અને પોલીસ એ સાબિત પણ કરી બતાવ્યું કે અમદાવાદ પોલીએ ફક્ત ગુન્હેગાર,અસામાજિક તત્વ સામેજ નહિ લોકડાઉન અને કરફ્યૂ નું જેવી સ્થિતિનું સખ્તાઈ પૂર્વક પાલન કરાવી જનતાને ભલે થોડી સખ્તાઈ વર્તી પણ લોકોને ઘરમાં રાખી નજોઈ શકાય તેવા કોરોના જેવા વાયરસ સમકક્ષ રક્ષણ કરાવ્યું છે લોકોડાઉન દરમિયાન ફરજ નિભાવતા કેટલાય પોલીસ જવાનો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં પણ આવ્યા અને સજા પણ થયા, ઘણા પોલીસ જવાનો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોના ના ઝપેટમાં આવી પોતાનું જીવ પણ ગુમાવ્યું છે અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર પોલીસની અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ની આ કામગીરી પર દિલથી સલામ કરે છે. અને જનતા ને અપીલ કરે છે કે આપ સૌ કોરોના ને મજાક માં નલો સંપૂર્ણ સાવચેતી રાખો ઘરે થી બહાર નીકળતા ફરજીયાત માસ્ક પહેરો, સેનેતાઇઝર નો ઉપયોગ કરો, બે ફૂટની દુરી બનાવી રાખો અને જરૂરી હોય તોજ ઘરના બહાર નીકળો જેથી આપણે આપણો પરિવાર અને આપણી સેવામાં હાજર રહેતા પોલીસ તંત્ર અને સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોના કાળમાં તેમનું કામ આરામથી સરળતાથી કરી શકે.