September 21, 2026
દેશ

વધતા જતા પ્રદૂષણના કારણે દિલ્હીમાં લોકડાઉન

દિલ્હીમાં પોલ્યૂશનમાં બગડતી સ્થિતિના કારણે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની સ્થિતિ ઉભી થઈ છે. અરવિંદ કેજરીવાલે સરકારે એક સપ્તાહ માટે શાળાઓ બંધ કરી દીધી છે. જ્યારે બધી સરકારી કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવ્યું છે.

નેશનલ કેપિટલમાં આંશિક લોકડાઉન જેવો આ નિર્ણય પોલ્યૂશનના મુદ્દા પર ઈમરજન્સી મીટિંગમાં લેવામાં આવ્યો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયની જાહેરાત અને ચેતવણી આપી કે અમે સંપૂર્ણ લોકડાઉન અંગે પણ વિચારી રહ્યાં છીએ. પ્રાઈવેટ ગાડીઓને બંધ કરવાનું પણ વિચારી રહ્યાં છીએ. બધી જ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવી દીધી છે.

દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા અત્યારે પણ ગંભીર શ્રેણીમાં બનેલી છે. દિલ્હીની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, દુનિયાના સૌથી પ્રદૂષિત દસ શહેરોમાં પ્રથમ સ્થાને છે. આ યાદીમાં ભારતના મુંબઈ અને કોલકતા પણ સામેલ છે. સ્વિટ્ઝલેન્ડ આધારિત ક્લાઈમેન્ટ ગ્રુપે IQAirએ આ નવી યાદી જાહેર કરી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામમાં ટેકનોલોજી પાર્ટનર છે.

દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજાબ અને હરિયાણામાં સળગાવનાર પરાલી અને દિલ્હીમાં ગાડીઓનું પ્રદૂષણની પણ મોટુ કારણ છે.

Related posts

લોકડાઉન ૪.૦ લાગુ.લોકડાઉનમાં હશે ઘણી છૂટ

Ahmedabad Samay

જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો નવો ઈતિહાસ! શ્રીનગરમાં 3 દાયકા બાદ નીકળ્યું મોહરમનું જુલુસ

Ahmedabad Samay

વેબ સિરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદમાં

Ahmedabad Samay

દેશભરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પંજાબ, જમ્મુ કશ્મીર અને ઉત્તરાખંડમાંમાં વરસાદે કાળો કહેર મચાવ્‍યો

Ahmedabad Samay

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

Ahmedabad Samay

ઇતિહાસમાં પ્રથમ વખત, ફોર્મ્યુલા સીરીઝ એફ ૦૨ રેસને ભારતે જીત્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો