દેશમાં કોરોના વાયરસના વધતા ચેપને ધ્યાનમાં રાખીને લોકડાઉન ૩૧ મે સુધી લંબાવામાં આવ્યું છે.
લોકડાઉન -૪ માં મોટાભાગના અધિકારો રાજ્યોને આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર કેન્દ્રિય સૂચિમાં આવતા વિષયો પર અલગ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) એ આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. આમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો અને રાજ્ય સરકારોને કોવિડ-૧૯ ના ચેપ ટાળવા માટે પગલાં ભરવા જણાવ્યું છે.
લોકડાઉન ૪.૦ માં શુ હશે નવું
મેટ્રો રેલવે સેવા તથ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે. સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પણ પ્રતિબંધ .
ગૃહમંત્રાલયની ગાઈડલાઈન :
લોકડાઉન-૪માં મોટાભાગના અધિકાર રાજ્યનો અપાયા :
આર્થિક પ્રવૃત્તિને ખોલવા માટે માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવશે :
નવી દિશાનિર્દેશોમાં છુટ રહેશે :
ઘણા રાજ્યોએ પહેલાથી લોકડાઉન વધારી દીધું . લોકડાઉન ૪.૦માં અર્થવ્યવસ્થા પર ભાર મૂકવામાં આવશે. રાજ્યોને કેન્દ્રમાંથી મુક્તિ અકીલા મળી શકે છે .
ગ્રીન ઝોનમાં ટ્રાફિક અને ઉદ્યોગોને મંજૂરી મળી શકે છે. ગ્રીન ઝોનમાં બસો અને ટેક્સીઓ ચલાવવાની મંજૂરી આપી શકાય છે. આ સમયે પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે નહીં. પરંતુ વિશેષ ટ્રેન અને મજૂર ટ્રેન પહેલાની જેમ દોડશે અને નંબર અને રૂટ વધારવામાં આવશે. પસંદગીના રૂટ પર ઘરેલું ફ્લાઇટ સેવા પર પણ ૧૮ મેથી વિચારણા કરવામાં આવશે.