આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 995 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1124 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3797 પર પહોંચ્યો છે
રાજ્યમાં હાલ 12,512 એક્ટિવ કેસ છે, જ્યારે 1,70,931 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,441 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,87,240 સુધી પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદમાં 2, ગાંધીનગરમાં 1,અમરેલીમાં 1,બનાસકાંઠામાં 1,અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1124 કેસ નોંધાયા સૌથી વધુ અમદાવાદમાં 215 કેસ ,
સુરતમાં 185 કેસ, રાજકોટમાં 144 કેસ, વડોદરામાં 135 કેસ, બનાસકાંઠામાં 60 કેસ, મહેસાણામાં 55 કેસ, ગાંધીનગરમાં 50 કેસ, સુરેન્દ્રનગરમાં 33 કેસ, પાટણમાં 30 કેસ, જામનગરમાં 23 કેસ, સાબરકાંઠામાં 22 કેસ, ખેડા અને મોરબીમાં 17- 17 કેસ નોંધાયા છે
આજે રાજ્યમાં 53,973 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 67,87,440 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,29 ટકા થયો છે