August 7, 2026
ગુજરાત

જીસીએસ મેડિકલ કોલેજ ખાતે અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરાયું

ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત જીસીએસ મેડિકલ કોલેજ ખાતે “કંચન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ ઓડિટોરિયમ”નું ઉદ્દઘાટન શ્રી પંકજભાઈ પટેલ (ચેરમેન – જીસીએસ) ના હસ્તે કરાયું હતું. શ્રી ક્ષિતિષ મદનમોહન (વાઇસ પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી – જીસીએસ), શ્રી પ્રશાંત કિનારીવાલા (હોન. જનરલ સેક્રેટરી અને ટ્રસ્ટી – જીસીએસ), કર્નલ ડો. સુનિલકુમાર રાવ (સીઈઓ – જીસીએસ), ડો. કીર્તિભાઇ પટેલ (ડાયરેક્ટર) અને ડો. યોગેન્દ્ર મોદી (ડીન) સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 9 ડિસેમ્બરના રોજ આ ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. આ અદ્યતન ઓડિટોરિયમનું નિર્માણ શ્રીમતી કંચનબેન ભીખાલાલ શાહ અને પરિવારના સૌજન્યથી કરવામાં આવ્યું છે.

આ યોગદાન બદલ તેમનો જીસીએસ મેનેજમેન્ટે આભાર વ્યક્ત કર્યો હતો. અંદાજીત 2.5 કરોડના ખર્ચે નવનિર્મિત આ અત્યાધુનિક ઓડિટોરિયમ 8,700 ચોરસ ફૂટ ખુલ્લી ફ્લોર સ્પેસમાં 350 લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. 16 ફૂટની મોટી સ્ક્રીન અને LED પ્રોજેક્ટર સાથે અદ્યતન ઈન્ટરનેટ-કનેક્ટેડ ઑડિયો-વિઝ્યુઅલ સુવિધા, CCTV સર્વેલન્સ સાથેની ફાયર-સેફ્ટી સિસ્ટમ અને બીજી ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ ઓડિટોરિયમ મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ડોક્ટર્સ માટે વિવિધ વૈજ્ઞાનિક સભા અને કોન્ફરન્સ આયોજન માટેનો છે.

New up 01

Related posts

૧૩ વર્ષની બાળા એ રામ મંદિર નિર્માણ માટે બચત માંથી આપ્યા ૧૫૧રૂપિયા

Ahmedabad Samay

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો