August 13, 2026
ગુજરાત

આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્‍યો,૧૦ લોકો મૃત્યુ પામ્યા

ગુજરાતમાં ભારે વરસાદ વચ્‍ચે પુલ તૂટી પડવાની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. સવારે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્‍યો. આ કારણે ઘણા વાહનો નદીમાં પડી ગયા. આ અકસ્‍માતમાં ૧૦ લોકોના મોત થયા છે.

૮ લોકોને બચાવી લેવામાં આવ્‍યા હતા. કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પોસ્‍ટ કરીને માહિતી આપી હતી કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્‍ય ગંભીરા પુલ તૂટી પડ્‍યો છે. અનેક વાહનો નદીમાં પડી જવાથી મોટા પાયે જાનહાનિ થવાની શકયતા છે.

સરકારી અધિકારીઓએ તાત્‍કાલિક બચાવ કામગીરી શરૂ કરવી જોઈએ અને ટ્રાફિક માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવી જોઈએ.મધ્‍ય ગુજરાતથી સૌરાષ્‍ટ્રને જોડતા ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્‍યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટયા છે અને પોલીસ પણ ઘટનાસ્‍થળે પહોંચી છે.

ઘટનાને લઈને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ અને PM નરેન્‍દ્ર મોદી દ્વારા પણ દુઃખ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું છે સાથે સહાયની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્‍ય સરકાર આ દુર્ઘટનામાં મળત્‍યુ પામેલા દરેક વ્‍યક્‍તિના પરિવારમાં સંપૂર્ણ સંવેદનાની સાથે ઉભા છે અને તમામ જરૂરી મદદ આપશે. રાજ્‍ય સરકારે મૃતકોના પરિવારને રૂ.૪ લાખની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત, દુર્ઘટનામાં ઇજાગ્રસ્‍ત થયેલા દરેક વ્‍યક્‍તિને રૂ.૫૦,૦૦૦ની તાત્‍કાલિક આર્થિક સહાય આપવામાં આવશે તેમજ તમામ સારવારનો ખર્ચ પણ રાજ્‍ય સરકાર ઉઠાવશે.

આણંદ જિલ્લામાં આવેલો આ ગંભીરા પુલ અચાનક વચ્‍ચેથી તૂટી પડ્‍યો. આ પુલ મહિસાગર નદી પર આવેલો હતો. અને તેના તૂટવાના કારણે બે ભારે ટ્રક નદીમાં પડી ગયા. અકસ્‍માત બાદ સ્‍થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ રાહત ટીમો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે. ડાઇવર્સની મદદથી, નદીમાં પડી ગયેલા ડ્રાઇવરો અને અન્‍ય  ઘાયલ વ્‍યક્‍તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. ગંભીરા પુલ મધ્‍ય ગુજરાતના મહત્‍વપૂર્ણ પુલોમાંનો એક છે. તે મધ્‍ય ગુજરાતને સૌરાષ્‍ટ્ર સાથે જોડે છે. માહિતી અનુસાર, આ પુલ ૪૫ વર્ષ જૂનો છે.I

મધ્‍ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં મોટો અકસ્‍માત સર્જાયો છે. આ પુલ વડોદરા અને આણંદને જોડે છે અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્‍ટ્ર સાથે જોડતો મુખ્‍ય માર્ગ છે. વર્ષ ૧૯૮૫માં નિર્માણ પામેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોના સતત પરિવહનને કારણે જર્જરિત સ્‍થિતિમાં હતો.

અચાનક બ્રિજનો મધ્‍યભાગ તૂટી પડતાં તે પર ચાલતા બે ટ્રક, એક પિકઅપ વાન સહિત કુલ ૪ વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબકયા છે. ઘટનાના તરત પછી આસપાસના લોકો ટોળાં તરીકે સ્‍થળ પર દોડી ગયા અને તાત્‍કાલિક પોલીસ અને બચાવ ટીમને જાણ કરવામાં આવી છે. જ્‍યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્‍યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્‍યા પણ સર્જાઈ છે. જેને ધ્‍યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે.

સત્તાવાર માહિતી મુજબ અત્‍યાર સુધીમાં ૮ વ્‍યક્‍તિઓને બચાવી લેવામાં આવ્‍યા છે અને ૧૦ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાને પગલે ભાદરણ તરફથી આવતો સમગ્ર ટ્રાફિક તાત્‍કાલિક બંધ કરી દેવામાં આવ્‍યો છે. સ્‍થાનિક પ્રશાસન અને NDRF ટીમ દ્વારા બચાવ કામગીરી ઝડપથી ચાલુ કરવામાં આવી છે.

અત્‍યાર સુધીના અહેવાલો મુજબ પુલ પરનો ભારે વાહનોનો ભાર અને વર્ષોથી નોંધાયેલું જર્જરિત હોવું આ ભંગાણનું મુખ્‍ય કારણ માનવામાં આવી રહ્યું છે. હાલ પુલના બંને છેડા સીલ કરવામાં આવ્‍યા છે અને તાત્‍કાલિક નવા માર્ગ વ્‍યવસ્‍થાનો પ્રયાસ ચાલુ છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્‍ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી  મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્‍ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્‍યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્‍યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.

આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ ૧૯૮૫માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.

સ્‍થાનિકોએ આરોપ મૂકયો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્‍યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની ૨૫ વર્ષના આયુષ્‍ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે ૪૫ વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.

 

ગંભીરા બ્રિજમાં મૃત્યું પામેલા લોકોની યાદી

1) વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
2) નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
3) હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ
4) રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા
5) વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા
6) પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ
7) અજાણ્યા ઇસમ
8) અજાણ્યા ઇસમ
9) અજાણ્યા ઇસમ

ગંભીરા બ્રિજમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની યાદી

1) સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા
2) નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ
3) ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન
4) દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી
5) રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા
6) રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા

Related posts

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણાને શિક્ષણ ક્ષેત્રે 1001 પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા અને ઓરિએન્ટ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધવાયું

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ahmedabad Samay

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો