અમદાવાદમાં જોય રાઈડ શરુ થઈ ગઈ છે ત્યારે મ્યુનિસિપલ શાળાના તેજસ્વી બાળકોને હેલિકોપ્ટર જોયરાઇડ કરાવવામાં આવી હતી.
નાગરિકોને હેલિકોપ્ટરથી ઉડ્ડયનની તક પુરી પાડવા હેલિકોપ્ટર જોયરાઇડ સેવાના પુન: પ્રારંભ કરવા માટે મ્યુનિ. શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને આ જોયરાઇડની તક આપી આ દિશામાં પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો. આ હેલિકોપ્ટરમાં રાઈડમાં સરકારી સ્કૂલના બાળકો કે જેઓમાંથી કેટલાક આજ સુધી નજીકથી હેલિકોપ્ટરને જોયું નથી કે, રાઈડની મજા માણી નથી ત્યારે તેમને આ લ્હાવો મળ્યો હતો.
અમદાવાદ શહેર એ વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન ધરાવે છે. શહેરમાં અનેક સીમા ચિન્હરૂપ સ્થાપત્ય આવેલા છે. જેને હેલિકોપ્ટરથી નિહાળવા એ એક રોમાંચક અનુભવ છે. રાજયમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪૯ શાળાઓમાંથી તેજસ્વી અને મેઘાવી પાંચ બાળકોની પસંદગી કરી તેમને અમદાવાદ શહેરનો
અદભૂત નજારો હેલિકોપ્ટર જોયરાઇડ દ્વારા આજે કરાવવામાં આવ્યો.
ગુજરાત સરકાર હસ્તકના નાગરિક ઉડ્ડયન કે જેનો ઉદ્દેશ ગુજરાત રાજયના એવિએશન ક્ષેત્રે માળખાગત સુવિધાઓ ઉભી કરવી, રાજયને એરકનેક્ટિવીટી પુરી પાડવી, શહેરમાં રાજયની અંદર તથા આંતર-રાજય કનેક્ટિવીટી પુરી પાડવાનો અને હેલિકોપ્ટર સેવાઓને પ્રોત્સાહન આપવાનો છે.
રાજયમાં હેલિકોપ્ટર સેવા અને પ્રવાસનને વેગ આપવા રાજય સરકારના પ્રોત્સાહન અને સહયોગથી અમદાવાદ શહેરમાં એરોટ્રાન્સ કંપની દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોયરાઇડની સેવા શરૂ કરવાની નવતર પહેલ ગત વર્ષે કરવામાં આવી હતી.