November 4, 2026
ગુજરાતઅપરાધ

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

ડિસેમ્બર મહિનાની મધ્યમાં વીડિયો બનાવીને ડોન જેવી છાપ ઉભી કરનારા બે લબ્બર મૂછીયાઓ પોલીસના હાથમાં આવતાની સાથે જ ઢીલા ઢસ થઈ ગયા હતા. સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે લોકોને પકડી લીધા છે.

આ બે શખ્સોએ કોરોનાના લીધે લાગુ કરાયેલા રાત્રી કર્ફ્યૂ, કાયદો વ્યવસ્થા તથા આરટીઓના નિયમોના લીરેલીરા ઉડાડ્યા હતા. પોતે ગેંગસ્ટર હોય તે રીતે વીડિયો બનાવીને મજા લૂંટનારા શખ્સોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે કડક શબ્દોમાં ગુનાખોરી કરનારાઓ ચેતવણી આપી છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેની નોંધ લેવાઈ હતી અને પોલીસને આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે બાદ બાઈક ચલાવનારા અને તેના ખભા પર બેસીને સ્ટન્ટ કરનારા બન્ને યુવાનોને ઝડપી લેવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને બન્ને લબ્બર મૂછીયાઓના ફોટો શેર કર્યો છે અને જણાવ્યું છે કે, અમે તેમને પકડી લીધા છે, ૧૪ ડિસેમ્બરના વીડિયો છે અને વીડિયોમાં દેખાતી પિસ્તોલ લાઈટર છે, આ પ્રકારના ગુનાઓને લઈને અમે ઘણાં જ ગંભીર છીએ. પકડાયેલા બન્ને શખ્સોમાં બાઈક ચલાવતો શખ્સ અમરોલી છાપરાભાઠાનો ભરત પ્રવીણભાઈ ગઢવી હોવાનું અને તે રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આ સિવાય બાઈક ચલાવતા ભરતના ખભા પર બેઠેલો શખ્સ નાગાજણ હરદાસભાઈ ઓડેદાર હોવાનું બહાર આવ્યું છે. જે અમરોલી છાપરાભાઠા રહે છે. પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું કે ભરત અને નાગાજણે આ વીડિયો ૧૪ ડિસેમ્બરની રાત્રે ૨ વાગ્યે સાયણ રોડ પર બનાવ્યો હતો. જે તેમણે ૨૬ ડિસેમ્બરે અપલોડ કર્યો હતો. એટલે કે ખલનાયક બનવાની કોશિશ કરનારા આ બન્ને યુવકો પોલીસના હાથમાં આવતા, બકરી ડબ્બામાં આવવા જેવો ઘાટ સર્જાયો હતો.

New up 01

Related posts

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

Ahmedabad Samay

બાયડના ડેમાઈ પુલ નીચે ઝાડી-ઝાંખરામાં વરલી-મટકાના જુગારનો પર્દાફાશ કરતી LCB, ત્રણ જુગારીઓને દબોચ્યા

Ahmedabad Samay

ધોરણ ૧૧માં ભણતી તરુણીને મામાના મિત્રએ કરી હેરાન: છેડતીની પરિવારમાં જાણ થતાં પોલીસમાં નોંધાવી ફરિયાદ

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

શ્રુષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે.

Ahmedabad Samay

બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો