November 18, 2025
અપરાધ

બાયડના ડેમાઈ પુલ નીચે ઝાડી-ઝાંખરામાં વરલી-મટકાના જુગારનો પર્દાફાશ કરતી LCB, ત્રણ જુગારીઓને દબોચ્યા

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે બાયડના ડેમાઈ ગામમાં પુલ નીચે ઝાડી-ઝાંખરામાં ત્રાટકી વરલી-મટકાનો જુગાર રમતા ત્રણ શકુનિઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વરલી-મટકાનો અડ્ડો ચલાવતો ડેમાઈનો બાબુ મણી ઠાકોર ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ સાથે જ વધુ તપાસ હાથ ધરી હતી

 

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહીલ અને તેમની ટીમે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ડેમાઈ ગામ નજીક પુલ નીચે ઝાડી ઝાંખરામાં ડેમાઈ ગામનો બાબુ મણી ઠાકોર નામનો શખ્સ વરલી-મટકા આંકડાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તાબડતોડ ડેમાઈ પૂલ નીચે એલસીબી પોલીસ ત્રાટકતા આંકડા લખાવવા આવેલા જુગારીઓમાં નાસભાગ મચી હતી એલસીબી પોલીસે 1)લાલા સોમા ઠાકોર,2)ભરત ડાહ્યા ઠાકોર (બંને,રહે ડેમાઈ) તેમજ 3)સુરેશ રામા ચૌહાણ (રહે,મહાદેવ પુરા-છભો) ને દબોચી લઇ રૂ.1050 જપ્ત કરી જુગારનું સાહિત્ય જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી મુખ્ય સૂત્રધાર બાબુ મણી ઠાકોરને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Related posts

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

સ્નેપચેટ મિત્રને મારવાના ઈરાદે પહોંચ્યો યુવક, ભૂલી લઈ લીધો બીજી મહિલાનો જીવ

admin

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

Ahmedabad Samay

ફરી ઝડપાયું ડ્રગ્સ – એટીએસ અને કોસ્ટગાર્ડે અરબી સમુદ્રના મધદરીએ પાર પાડ્યું ઓપરેશન

Ahmedabad Samay

આમ આદમી પાર્ટી ઉપર અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો