November 6, 2026
ગુજરાત

ભાગ્યે જ જોવા મળતા ફેફસાની ગાંઠની જીસીએસ હોસ્પિટલમાં થઇ નિઃશુલ્ક સર્જરી

ભાગ્યે જ જોવા મળતા ફેફસાની ગાંઠની જીસીએસ હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હતી, લાખોમાં એક વ્યક્તિમાં જોવા મળે છે આ પ્રકારની ગાંઠ

62 વર્ષીય લક્ષ્મીબેન ભાવસારને છેલ્લા ઘણા મહિનાથી શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો રહેતો હતો. ઘણી જગ્યાએ સારવાર કરાવ્યા છતાં કોઈ સુધારો આવ્યો ન હતો.

જીસીએસ હોસ્પિટલમાં રેસ્પીરેટરી અને શ્વાસના રોગોના વિભાગમાં બતાવતા કેન્સરની શક્યતા જણાઈ હતી જેથી કેન્સર વિભાગમાં PET-CT અને સીટીસ્કેન દ્વારા બાયોપ્સી તપાસ કરતા ફેફસામાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું. દર્દીને ડાબી બાજુના ફેફસામાં ગાંઠ હતી જે હૃદયની ખુબ જ નજીક હતી. ફેફસાની આ પ્રકારની ગાંઠ જવલ્લેજ જોવા મળે છે જેમાં દર્દીની સફળ સારવારની શક્યતા ખુબજ ઓછી હોય છે. ઉપરાંત દર્દીની વધુ ઉંમરના કારણે આ ઓપેરેશન ખુબજ જટિલ હતું. તેથી દર્દી અને તેમના સગાં ખુબ ચિંતામાં આવી ગયા હતા. પરંતુ ડોક્ટરો દ્વારા હિમ્મત અપાતા તેઓ ઓપરેશન માટે તૈયાર થયા હતા. આ જટિલ સર્જરી (Left Lung Upper Lobectomy) જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ફુલટાઇમ કેન્સર સર્જન ડો. ઉર્વીશ શાહ દ્વારા કાર્ડીયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જનની સહાયથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

જેમાં લક્ષ્મીબેનના ડાબા ફેફસાનો ઉપરનો જે ભાગ ગાંઠગ્રસ્ત હતો તે કાઢી નાખવામાં આવ્યો હતો. આ ઓપરેશન આયુષ્માન ભારત યોજના હેઠળ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. ડો. ઉર્વીશ શાહે જણાવ્યું કે, આ પ્રકારની ગાંઠ લાખોમાં એક વ્યક્તિને જ જોવા મળે છે. ઓપરેશન બાદ હાલમાં લક્ષ્મીબેનની તબિયત ખુબ સારી છે અને સ્વસ્થ રીતે એમને રજા પણ આપી દેવામાં આવી છે. લક્ષ્મીબેનના ગાંઠની વહેલા જાણ થતા આટલી ઉંમરે પણ સારવાર શક્ય બની હતી. તેથી જ દરેક વ્યક્તિએ નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરવી જોઈએ અને જો કોઈ અસામાન્ય લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે. જીસીએસ હોસ્પિટલના કેન્સર વિભાગમાં નિષ્ણાત ફુલટાઇમ કેન્સર ફિઝિશિયન અને સર્જનોની ટીમ દ્વારા કેન્સરની સારવાર ઉપલબ્ધ છે. ઉપરાંત આયુષ્માન યોજના હેઠળ કિમોથેરાપી અને સર્જરી પણ નિઃશુલ્ક કરવામાં આવે છે

Related posts

ગુજરાત યુનિવર્સિટીની સોમવાર સુધી બંધ

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજી વિચારોનું આદાન-પ્રદાન કર્યું

Ahmedabad Samay

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

Ahmedabad Samay

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો