બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગની આગાહીના કારણે આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાને લઇ શુક્રવારના રોજ શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક (સરકારી,અનુદાનિત,ખાનગી) શાળાઓ તથા કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખી શાળામાં રજા રાખવા આદેશ કર્યા હતા.
જામનગર જીલ્લામાં વાવઝોડાની લીધે એસટી સેવા બંધ કરવામાં આવી છે. ધ્રોલ, જામજોધપુર, લાલપુર તાલુકામાં એસટી બસનાં રૂટ સ્થગિત કરાયા છે. જામનગર ડેપો ખાતે વર્ષો જૂનું વૃક્ષ જમીન દોસ્ત થયું હતું. વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ બસનાં રૂટ બંધ થતાં મુસાફરો અટવાયા હતા.
કચ્છનાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે. બિપોરજોય વાવાઝોડાને લઈને ટ્રકોનાં પૈડા થંભી ગયા હતા. મુન્દ્રા, કંડલા પોર્ટ અને લિગ્નાઈટ ઉદ્યોગ બંધ હોવાથી ટ્રકોનાં પૈડા થંભ્યા છે. ટ્રકો નહી દોડાવવાનો ટ્રક માલિકો દ્વારા નિર્ણય કર્યો છે. ડ્રાઈવરને પણ સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે સૂચના અપાઈ હતી.
રાજયભરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે સાવચેતીનાં ભાગરૂપે સ્કૂલ, કોલેજો તેમજ શાળાઓ બંદ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે બનાસકાંઠાના વાવની તમામ શાળાઓ ૩ દિવસ બંધ રહેશે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે. સરહદી વિસ્તારમાં વાવાઝોડાની વધુ અસર થાય તેવી શક્યતા છે. વહીવટી તંત્રએ સરપંચ, શિક્ષકો અને આગેવાનો સાથે બેઠક કરી હતી.
બિપોરજોય વાવાઝોડાનાં પગલે અંજારમાં આવેલ માતાના મઢ યાત્રાધામ સહિતનાં ગામને બંધ કરાયું હતું. વાવાઝોડાની અસરને પગલે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો હતો. દરિયામાં વાવાઝોડાની અસરને લઈને ભારે કરંટ જોવા મળ્યો હતો.