ગુજરાતમાં ફટાકડા જાહેરમાં ફોડવાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથ જ ફટાકડા ગેરકાયદેસર આયાત કરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ફટાકડા ફોડવાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, અમદાવાદીઓ દિવાળીના દિવસો દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, લૂમ જેવા ફટાકડા વધુ પ્રદુષણ કરતા હોવાથી તે ન ફોડવા આદેશ કરાયો છે. સાથે જ માન્ય ધ્વનિસર વાળા જ ફટાકડા ફોડવા કે વેચવા સૂચના અપાઈ છે. સાથે જ અમદાવાદમાં વિદેશી ફટાકડા વેચવા કે ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તો અમદાવાદમાં ઓનલાઈન ફટાકડા વેચવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે નિયત મર્યાદામાં જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ લોકોએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે. હવે જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. તેમજ ગેરકાયદેસર આયાત કરાતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, રાજ્યમાં ફટાકડા નિયત સમય મર્યાદામાં જ ફોડી શકાશે. સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. સાથે જ જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. ગેરકાયદે આયાત કરતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.