July 18, 2026
ગુજરાત

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર અચાનક આવેલા બમ્પથી બચવા એક પેસેન્જર બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં પાછળથી પૂરઝડપે આવી રહેલું ટ્રેલર બસ સાથે ધડાકાભેર અથડાયું હતું.

બસ ડ્રાઇવર કથિત રીતે હાઇ સ્પીડમાં હતો અને અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે અચાનક રોડ પર બમ્પ દેખાતા તેણે વાહન પર કાબૂ મેળવવા માટે અચાનક બ્રેક મારી દીધી હતી.આ દરમિયાન બસની બિલકુલ પાછળ આવી રહેલું ટ્રેલર સમયસર રોકાઈ શક્યું ન હતું અને ધડાકાભેર બસના પાછળના ભાગે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસ ફંગોળાઈને રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઇ હતી અને એક હોર્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરાવ્યો હતો. બાદમાં બંને વાહનોને ટો કરીને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત વધુ પડતી ઝડપ કે બેદરકારીને કારણે થયો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

પરિવહન અને એર કન્ડિશનમાં કોરોના થવાની ૩૦૦ ગણા સંભાવના:જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી

Ahmedabad Samay

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

Ahmedabad Samay

હંદવારા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકો માટે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, શહિદો ને શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

તૌકતે એ કરેલા નુક્શાને વડાપ્રધાન મોદીએ હવાઇ નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો