September 22, 2026
ગુજરાત

કાલે પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થશે

પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થશે. આગામી ૧૧ થી ૧૩ માર્ચ રોજ બેઠક યોજવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં સંઘના વડા એવા મોહન ભાગવત સહિત સમગ્ર દેશમાંથી RSS ના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે. સાથે જ સંઘના તથા તેના સંલગ્ન વિવિધ સંગઠનોના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે. જેના અનુસંધાને બુધવારના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં RSS ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, સંઘની અલગ અલગ બેઠકમાંની સૌથી મોટી બેઠક હશે. આ બેઠકમાં તો ૧૨૪૮ લોકો આ બેઠકના અપેક્ષિત રહેશે. આર એસ એસની ભગીની સંસ્થા તથા ૩૬ સંગઠનના પ્રતિનિધિઓ પણ આ બેઠકના હાજર રહેશે. વર્ષ ૧૯૨૫ સંઘની સ્થાપના થઇ હતી. ૨૦૨૫ માં ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. સપ્તાદી વર્ષની ઉજવણી સંઘ અત્યારથી શરૂ કરી છે, સાથે જ આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિમાં ઉભા થયેલા મુદાઓ પર ચર્ચા પણ કરાશે.

પહેલીવાર આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન નાગપુરની બહાર થઇ રહ્યું છે. જો કે રાજકીય પંડીતો આની પાછળનું કારણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપની ટાઇટ સિચ્યુએશન માની રહ્યા છે. સંઘના નિષ્ક્રિય કાર્યકર્તાઓને ફરી એકવાર સક્રિય કરવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. હાલ તો પીએમ મોદીનો પ્રવાસ છે ત્યાર બાદ આરએસએસની સભાને ધ્યાને રાખીને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Related posts

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોમ્પલેક્ષ ધરાશાયી

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો