September 22, 2026
દેશમનોરંજન

ધ કશ્મીર ફાઇલ દ્વારા કશ્મીરી પંડિતો પર ગુજરેલી સત્ય ઘટનાઓ ઉજાગર કરી લોકો સમક્ષ લાવી

દેશભરમાં હાલ ધ કશ્મીર ફાઈલ્સની ચર્ચા ચાલી રહી છે..ચર્ચા બોલિવૂડમાં આ ફિલ્મને સમર્થન ન મળવાથી લઈને ફિલ્મના કંટેન્ટને લઈને પણ ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે…આ ફિલ્મ વિવેક અગ્નીહોત્રીએ બનાવી છે..અને આ ફિલ્મ રિલીઝ થવાના પહેલા જ કપિલ શર્માએ ફિલ્મને પ્રમોટ કરવાની મનાઈ કરતા  વિવાદ ઉભો થયો હતો..જો કે હાલ આ ફિલ્મ બહુ જ નામના મેળવી રહી છે અને કમાણી પણ કરી રહી છે

ધ કશ્મીર ફાઈલ્સ આ ફિલ્મ હાલ રેટીગથી લઈને પૈસાની કમાણી બાબતે ધૂમ મચાવી રહી છે.. વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ બનાવી છે તેમણે આ ફિલ્મ બનાવી અને પ્રમોશન સમયે તેમને અનેક કડવા અનુભવનો સામનો કરવો પડ્યો છે.. આ ફિલ્મ ભૂતકાળમાં બનેલી સત્ય ઘટના પર આધારિત છે કશ્મીરમાં કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને નરસંહારની સત્ય કહાની છે…તેમ છતા બોલિવૂડમાંથી કે કોઈપણ પ્રમોશન આપતી સિરીયલોનું આ ફિલ્મને સમર્થન મળ્યું નહીં…અકબરની ફિલ્મ હોય તો તમામ લોકો કૂદી કૂદીને આ પ્રકારની ફિલ્મનું પ્રમોશન કરતા હોય છે ત્યારે આ ફિલ્મને ક્યા કારણોસર સમર્થન નથી મળતુ તે પણ એક સવાલ છે.

આ ફિલ્મ રિલીઝ કરી તે દિવસે બહુ ઓછુ કલેક્શન હતુ અને આ ફિલ્મ તે સમયે 300 સ્ક્રીન પર રીલિઝ થઈ હતી હાલ દેશભરમાં 2000થી વધુ સ્ક્રીન પર આ ફિલ્મને દર્શાવાઈ રહી છે.વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતુ કે કન્ટેન્ટ બોલતા હૈ અને તેવુ જ બન્યુ સત્ય ઘટના પર આધારતિ આ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ફિલ્મ જોઈને કોઈપણ હોય તે પોતાના આંસુ રોકી શકતુ નથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ આ ફિલ્મ જોઈને ભાવૂક થયા હતા તેવો વીડીયો વાયરલ થયો છે પણ તે શિકારા ફિલ્મનો છે તેવી પણ વાત વહેતી થઈ છે. આ ફિલ્મને દેશના પ્રધાનમંત્રી મોદીએ વખાણી હતી..મોદી સાથેની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે મોદી સાથેની મુલાકાત બાદ લખ્યું કે, પ્રધાનમંત્રીને મળીને ખુબ આનંદ થયો અને ધ કશ્મીર ફાઈલ્સ અંગેના તેમના રિવ્યૂ બાદ અમે ધન્ય અનુભવી રહ્યા છીએ.

આપણા દેશમાં અનેક લોકો એવા છે જેઓ ધર્મના નામે રાજકારણ કરીને પોતાનો રોટલો શેકતા હતા…આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરનારી ફિલ્મોને પણ આપણું આ બોલિવૂડ પ્રમોટ કરે છે જયારે કશ્મીરી પંડિતો પર અત્યાચાર કરવામાં આવ્યો તે સમયની સરકાર અને સેક્યુલર ગેંગના સભ્યો તે સમયે ક્યા હતા તે સવાલ આ ફિલ્મ જોઈને ચોક્કસ થાય છે.

Related posts

મુંબઇમાં એક એવી સોસાયટી બની રહી છે જે ફક્ત મુસ્લિમો માટે હશે,જાહેરાત ચર્ચામાં આવતા સરકાર ને કડક કાર્યવાહી કરવા અને તપાસના કરવા પત્ર લખવામાં આવ્યું

Ahmedabad Samay

બોલિવૂડની આ 5 સુંદરીઓ જેણે પોતાનું બાળક ગુમાવ્યું, જાણો કોને કોને આ દુખ સહન કર્યું છે…

Ahmedabad Samay

પંજાબ સરકારનું રૂપિયા 10 લાખનું ફ્રી આરોગ્ય કાર્ડ નિકયું ખાલી પુઠાનું

Ahmedabad Samay

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

બેક્નોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેક્ન એકાઉન્ટને ફ્રોડ ગણાવ્યું

Ahmedabad Samay

દિવસમાં ૧૨ કલાક કામ કરનાર વ્યકિતને સપ્તાહમાં ત્રણ રજા મળશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો