September 22, 2026
ગુજરાત

સ્માર્ટ સિટી ગાંધીનગરમાં રસ્તાપર ચાલતા લોકો માટે વિદેશ જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે

સ્માર્ટ સિટી ગાંધીનગરને વધારે સ્માર્ટ બનાવવાનો વધુ એક પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વિદેશોમાં જોવા મળતી એક સુવિધા ઉમેરવામાં આવી છે. અહીં ચાલીને જતા રાહદારીઓ માટે ટ્રાફિકને અટકાવીને સુરક્ષિત રસ્તો ક્રોસ કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં ચ-૦ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના ૧૩ કિલોમીટર લાંબા માર્ગ પર પગપાળા જતા રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.

ગુજરાતના સૌથી અસુરક્ષિત માર્ગોમાંથી એક ગણાતા આ રૂટ પર પગપાળા જતા રાહદારીઓની સુરક્ષા માટે ૨૧ પેલિકન ક્રોસિંગ ઉભા કરવામાં આવ્યા છે કે જ્યાં કેસરી બોક્સ પર કાળા બટન હશે કે જ્યાંથી ચાલીને રોડ ક્રોસ કરવા ઈચ્છતા રાહદારીઓ આ બટન દબાવીને ટ્રાફિકને અટકાવી શકશે અને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરી શકશે.

માર્ગ અને મકાન વિભાગના એક સિનિયર અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે, ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સીધી રીતે અનુકૂળ સિગ્નલ નિયંત્રણ સાથે જોડાયેલી બાબત છે કે તેને પેલિકન એટલે કે PEdestrian LIght CONtrolled તરીકે ઓળખવામાં આવે છે.

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું છે કે, *જ્યારે કોઈ ચાલીને જતી વ્યક્તિ બટન દબાવે છે તો ટ્રાફિક સિગ્નનલની લાઈટ લાલ થઈ જાય છે. અહીં કેમેરા પણ લગાડવામાં આવ્યા છે કે જે વાહનોની ગતિ અને પગપાળા જતા રાહદારીઓની ગતિવિધિ પર નજર રાખે છે. આ સિવાય અકસ્માત અને સિગ્નના નિયમોનું પાલન ના કરતા વાહનોના નંબરોની પણ માહિતી રાખવામાં આવશે.*

જો વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરાશે તો તે અંગે કમાન્ડ સેન્ટરને માહિતી મળશે. આ અંગે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, *નિયમોનો ભંગ કરનાર વાહનચાલકને ઓળખીને તેમને આગળના જંક્શન પોલીસ દ્વારા રોકવામાં આવશે.*

આ પ્રોજેક્ટની ડેડલાઈન પાછલા વર્ષના ડિસેમ્બર મહિનાની હતી. જોકે, હવે બાકી રહેલું કામ આગામી ૨૫ દિવસમાં પૂર્ણ કરવાની ડેડલાઈન રાખવામાં આવી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બે સૌથી ખતરનાક ગણાતા માર્ગોમાંથી એક ગાંધીનગર-કોબાનો રૂટ છે, જ્યારે બીજો ભરુચ-દેહગામમાં SH6 રૂટ છે. અધિકારીએ ઉમેર્યું કે, અમદાવાદથી ગાંધીનગર જતા લોકો આ રૂટ પર ૯૦ કિલોમીટરની ઝડપે વાહન ચલાવતા હોય છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે.

વધુમાં આ રૂટ પર નીલગાય અને અન્ય પ્રાણીઓ પર આવી જતા હોય છે. અકસ્માત રોકવા માટે આ રોડ પર કેમેરાના આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ અલ્ગોરિધમ કામ કરશે અને તે જગંલી પ્રાણી આવશે તો તે અંગે એલર્ટ કરશે. તેમણે કહ્યું કે, *અહીં લગાવવામાં આવેલા ન્ઈડ્ઢ સાઈન બોર્ડ દ્વારા અહીંથી પસાર થતા રાહદારીઓને આગળ રોડ પર પ્રાણી હોવાની ચેતવણી આપશે.

Related posts

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું

Ahmedabad Samay

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક યોજાઈ

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો