August 13, 2026
ગુજરાત

દેશમાં મોંઘવારીએ જબરો વિકાસ કર્યો, મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું

વર્ષના પ્રારંભથી જ મોંઘવારીએ ફુંફાડા મારવાના શરૂ કરતાં અનાજ, કઠોળ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડિઝલ, શાકભાજી, પરિવહન, દૂધ સહિતની ચીજવસ્‍તુઓ મોંઘી થઇ છે.

દરેક ચીજવસ્‍તુઓના ભાવ ભડકે બળવા લાગતા સામાન્‍યજનની હાલત કફોડી બની ગઇ છે. કારમી મોંઘવારીમાં પુરૂં કેમ કરવું એ પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. એક અંદાજ મુજબ વધતી મોંઘવારીને કારણે મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું છે. પહેલા જેમનો ઘરખર્ચ રૂા. ૨૦,૦૦૦ હતો તે હવે વધીને રૂા. ૩૨૦૦૦ થી ૩૩૦૦૦ માસિક થઇ ગયો છે.

છેલ્લા થોડા સમયથી મોંઘવારીએ માઝા મુકી છે. તમામ ચીજવસ્‍તુઓમાં સરેરાશ ૪૦ ટકા જેટલા ભાવ વધી ગયા છે. ૬૦૦ રૂપિયાનો ઘરેલું વપરાશનો રાંધણગેસનો બાટલો હવે ૯૫૦માં મળે છે. ૭૦ રૂપિયાનું પેટ્રોલ ૧૦૫ સુધી પહોંચી ગયું છે. ૧૪૦૦ રૂપિયાના તેલના ૧૫ લીટરના ડબાના હવે ૨૯૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. દૂધની અડધો લીટરની ૨૪ રૂપિયાની થેલીના ૩૦ અને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી નીચેના ભાવે લગભગ કોઇ લીલા શાકભાજી મળી રહ્યા નથી. ઘઉં, મસાલા વગેરેના ભાવ પણ વધ્‍યા છે. કોરોના મહામારીના બે વરસના લોકડાઉનના કારણે ધંધા-રોજગારને માઠી અસર પડી હોય લોકોની આવકમાં કોઇ વધારો થયો નથી. લોકોના ખિસ્‍સા ખાલી થઇ ગયા છે. બીજી તરફ વધતી મોંઘવારીના કારણે મધ્‍યમ વર્ગીય સામાન્‍ય પરિવાર પર મહિને રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું છે.

શાકભાજીના ભાવ વધે ત્‍યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તેવા સમાચારો જોવા મળતા હતા. પરંતુ હવે તો આખા પરિવારના બજેટ ખોરવાઇ ગયા છે. રોજેરોજનું કમાઇને ખાતા નાના વર્ગના પરિવારો જ નહીં બાંધી આવક મેળવતા ખાનગી કંપનીના કર્મચારીઓ તથા તગડો પગાર મેળવતા હોવાની છાપ ધરાવતા સરકારી કર્મચારીઓ પણ બાબત રહ્યા નથી. શહેરોમાં રહેતા એક સામાન્‍ય વર્ગના પરિવારનો ૧ વર્ષ પૂર્વેનો અને હવેનો ઘરખર્ચ કેટલો તેનો એક અભ્‍યાસ રજુ થયો છે.

Related posts

દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

ગાંધીનગર- પીએસઆઈ ભરતી કૌભાંડનો આરોપી મયુર તડવી રીમાન્ડ પર, તપાસમાં થશે વધુ ખુલાસા

Ahmedabad Samay

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો